Get The App

ભારતીય સેનામાંથી ચિત્તા-ચેતક હેલિકોપ્ટરની થશે વિદાય, કાફલામાં આ ખતરનાક હેલિકોપ્ટરની થશે એન્ટ્રી

સેના પાસે હાલ લગભગ 190 ચીત્તા, ચેતક અને ચીતલ હેલિકોપ્ટર

190માંથી પાંચ હેલિકોપ્ટરે 50 વર્ષ અને 130 હેલિકોપ્ટર 30થી 50 વર્ષ જુના

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ભારતીય સેનામાંથી ચિત્તા-ચેતક હેલિકોપ્ટરની થશે વિદાય, કાફલામાં આ ખતરનાક હેલિકોપ્ટરની થશે એન્ટ્રી 1 - image

નવી દિલ્હી, તા.08 નવેમ્બર-2023, બુધવાર

ભારતીય સેના (Indian Army)માં સામેલ ચિત્તા અને ચેતક હેલિકોપ્ટર (Cheetah And Chetak Helicopters)ના બદલે નવા ખતરનાક હેલિકોપ્ટરની એન્ટ્રી કરવાની તૈયારીઓ ચાલી રહી હોવાના અહેવાલો મળી રહ્યા છે. ભારતીય સેના દુર્ગમ વિસ્તારોમાં સામાન પહોંચાડવા માટે તેમજ લોકોને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવા માટે ચિત્તા અને ચેતક હેલિકોપ્ટરનો ઉપયોગ કરે છે. જોકે આ હેલિકોપ્ટરો ઘણા જૂના થઈ ગયા હોવાથી તેમજ છેલ્લા ઘણા સમયથી અકસ્માતનો શિકાર બનતા હોવાથી તેને રિપ્લેસ કરવાની જરૂર છે. દરમિયાન આ હેલિકોપ્ટરો આગામી ત્રણ-ચાર વર્ષમાં રિપ્લેસ કરવાની યોજના બનાવી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. આ હેલિકોપ્ટરોને રિપ્લેસ કરવા માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ ( Hindustan Aeronautics Limited-HAL) લાઈટ યૂટિલિટી હેલિકોપ્ટર (Light utility helicopter) બની રહ્યું છે. ઉપરાંત સેના કેટલાક હેલિકોપ્ટરોને લીઝ પર લેવાની તૈયારીઓ કરી રહ્યું છે.

આર્મી પાસે 190 ચીત્તા, ચેતક અને ચીતલ હેલિકોપ્ટર

આર્મી એવિએશન પાસે હાલ લગભગ 190 ચીત્તા, ચેતક અને ચીતલ હેલિકોપ્ટર છે, જેમાંથી 5 હેલિકોપ્ટરે 50 વર્ષથી વધુ જુની છે અને લગભગ 130 હેલિકોપ્ટર 30થી 50 વર્ષ જુના થઈ ગયા છે, જેને રિપ્લેસ કરવા માટે HAL લાઈટ યૂટિલિટિ હેલિકોપ્ટર બનાવી રહ્યું છે.

આર્મીને હેલિકોપ્ટપમાં ઓટો પાયલટની જરૂર

આર્મીને ઓટો પાયલટની પણ જરૂર હોવાથી નવા હેલિકોપ્ટરમાં આ સુવિધા પણ મળશે અને તેનું ટ્રાયલ પણ ચાલી રહ્યું છે. ઓટો પાયલટ સિસ્ટમના કારણે યૂટિલિટિ હેલિકોપ્ટરની લોડ ઉઠાવવાની ક્ષમતામાં વધારો થશે અને હાઈ એલ્ટીટ્યૂટમાં ઉડ્ડયન કરવું સરળ પડશે. સેનાને આવા 250 હેલિકોપ્ટર જોઈએ, પરંતુ HALની ક્ષમતાને ધ્યાને રાખી સેના કેટલાક હેલિકોપ્ટર લીઝ પર લેવાની યોજના બનાવી રહી છે.

આગામી 3-4 વર્ષમાં ચિત્તા હેલિકોપ્ટરની ટેકનિકલ લાઈફ ખતમ થવાની શરૂ થશે

ભારતીય સેના માત્ર સ્વદેશી હેલિકોપ્ટર જ લીઝ પર લેશે અને આ માટે માંગવામાં આવેલી માહિતીનો સારો પ્રતિસાદ મળ્યો છે. સેનાના સૂત્રોના જણાવ્યા મુજબ તમામ ચિત્તા-ચેતક હેલિકોપ્ટરને રિપ્લેસ કરવામાં 10-12 વર્ષ જેટલો સમય લાગશે. આગામી 3-4 વર્ષમાં ચિત્તા હેલિકોપ્ટરની ટેકનિકલ લાઈફ ખતમ થવાની શરૂ થશે અને જેમ જેમ ટેકનિકલ લાઈફ ખતમ થશે, તેમ તેમ તેને રિપ્લેસ પણ કરવામાં આવશે. 


Google NewsGoogle News