Get The App

ભારતીય સેના પિનાકા રોકેટ સહિત રૂ. 10000 કરોડના હથિયારોની ખરીદી કરશે

Updated: Jan 31st, 2025


Google NewsGoogle News
ભારતીય સેના પિનાકા રોકેટ સહિત રૂ. 10000 કરોડના હથિયારોની ખરીદી કરશે 1 - image


- સુરક્ષા બાબતોની મંત્રીમંડળ સમિતિએ આપેલી મંજૂરી

- આ હથિયારોનું નિર્માણ સ્વદેશી કંપનીઓ દ્વારા કરવામાં આવશે : રોકેટની મારક ક્ષમતા 45 કિમી 

નવી દિલ્હી : સ્વદેશી હથિયાર પ્રણાલીઓને વેગ આપવા માટે સુરક્ષા બાબતોની મંત્રીમંડળ સમિતિએ પિનાકા મલ્ટી બેરલ રોકેટ લોન્ચર સિસ્ટમ સહિત ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના વધુ મૂલ્યના દારૂગોળાને મંજૂરી આપી છે. 

સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરક્ષા બાબતોની કેબિનેટ સમિતિએ એરિયા ડિનાયલ મ્યુનિશન અને પિનાકા રોકેટ સહિત ૧૦,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનો દારૂ ગોળો ખરીદવાની સેનાની યોજનાને મંજૂરી આપી છે. 

આ યોજના હેઠળ સૈન્ય  સામગ્રીનું નિર્માણ નાગપુરની રોકેટ નિર્માતા કંપની સોલર ઇન્ડસ્ટ્રીઝ અને પૂવ આયુધ નિર્માણી બોર્ડ કંપની મ્યુનિશંસ ઇન્ડિયા લિમિટેડ (એમઆઇએલ)માં કરવામાં આવશે.

સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ ૧૩ જાન્યુઆરીએ પોતાની વાર્ષિક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે પિનાકા હથિયાર પ્રણાલી માટે કરારને સરકાર દ્વારા ટૂંક સમયમાં મંજૂરી મળવાની આશા છે. 

જે હેઠળ ૫૭૦૦ કરોડ રૂપિયાનો ઉચ્ચ વિસ્ફોટક દારૂ ગોળો અને ૪૫૦૦ કરોડ રૂપિયાના એરિયા ડિનાયલ દારૂ ગોળાની ખરીદી સામેલ છે. 

ડીઆરડીઓ અગાઉ જ પિનાકા રોકેટના ૧૨૦ કિમીના સ્ટ્રાઇક સંસ્કરણ બનાવવાના અંતિમ તબક્કામાં છે. આગામી વર્ષમાં તેનું પ્રથમ પરિક્ષણ થવાની આશા છે. 

કેબિનેટની સમિતિ દ્વારા બુધવારે મંજૂર કરવામાં આવેલા રોકેટની મારક ક્ષમતા લગભગ ૪૫ કિલોમીટર છે અને તે પાકિસ્તાન તથા ચીન બંને સરહદે અસરકારક સાબિત થઇ શકે છે.


Google NewsGoogle News