ભારતીય સેનાએ શરૂ કર્યું 'ઓપરેશન સર્વશક્તિ', જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓનો આવશે અંત!

ભારતીય સેનાએ રાજૌરી-પૂંછ સેક્ટરમાં વધુ સૈનિકોને સામેલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે

Updated: Jan 13th, 2024


Google NewsGoogle News
ભારતીય સેનાએ શરૂ કર્યું 'ઓપરેશન સર્વશક્તિ', જમ્મુ-કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓનો આવશે અંત! 1 - image


Operation Sarvshakti: જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ વધારવાના પાકિસ્તાનના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે ભારતીય સેના મોટું પગલું ભરવા જઈ રહી છે. ભારતીય સેનાએ પાકિસ્તાનથી ઓપરેટ થઈ રહેલા આતંકીઓને જડબાતોડ જવાબ આપવા માટે ઓપરેશન ‘સર્વશક્તિ’ શરૂ કર્યું છે.

ઓપરેશન સર્વશક્તિથી આતંકી ગતિવિધિઓનો અંત આવશે

ભારતીય સેના ઓપરેશન સર્વશક્તિ, પીર પંજાલ પર્વતમાળાની બંને બાજુથી આતંકવાદી પ્રવૃતિઓને સંયુક્ત આતંકવાદ વિરોધી કામગીરી દ્વારા નિષ્ફળ બનાવવામાં આવશે. જ્યાં શ્રીનગર સ્થિત ચિનાર કોર અને નગરોટા હેડક્વાર્ટરવાળા વ્હાઇટ નાઈટ કોર્પ્સ સિમ્યુલેશન ઓપરેશન હાથ ધરશે.

સ્પેશિયલ ફોર્સ આતંકી ગતિવિધિઓને નિષ્ફળ બનાવશે

ભારતીય સેના અધિકારીઓ જણાવ્યું કે, જમ્મુ અને કાશ્મીર પોલીસ,સીઆરપીએફ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને ગુપ્તચર એજન્સીઓ કેન્દ્રશાસિત પ્રદેશ, ખાસ કરીને રાજૌરી પૂંછ સેક્ટરમાં આતંકી ગતિવિધિઓને નિષ્ફળ બનાવવા માટે કામ કરશે. 

ઉલ્લખનીય છે કે, આતંકી ગતિવિધિઓને ખતમ કરવા માટે 2003થી ઓપરેશન સર્પવિનાશ શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશન જમ્મૂ અને કાશ્મીરના ઘાણાં વિસ્તારમાં આતંકી ગતિવિધિઓ લગભગ ખતમ થઈ ગઈ હતી. 


Google NewsGoogle News