ભારતીય સેનાના જવાન પર જીવલેણ હુમલો, ટેપથી હાથ બાંધી પીઠ પર લખ્યું PFI

કેરલના કોલ્લમ જિલ્લામાં ભારતીય સેનાના જવાન પર 6 લોકોએ હુમલો કર્યો

રજાના દિવસે પોતાના ઘરે આવેલ જવાને હુમલા અંગે પોલીસમાં નોંધાવી ફરિયાદ

Updated: Sep 25th, 2023


Google NewsGoogle News
ભારતીય સેનાના જવાન પર જીવલેણ હુમલો, ટેપથી હાથ બાંધી પીઠ પર લખ્યું PFI 1 - image
Image - Twitter X

કોલ્લમ, તા.25 સપ્ટેમ્બર-2023, સોમવાર

કેરલના કોલ્લમ જિલ્લામાં ભારતીય સેનાના જવાન પર હુમલો કરવાની ઘટના સામે આવી છે. અજાણ્યા હુમલાખોરોએ જવાનને માર માર્યા બાદ તેમની પીઠ પર પેઈન્ટથી ‘PFI’ લખી દીધું... આ ઘટના બાદ પોલીસે એફઆઈઆર નોંધી તપાસ શરૂ કરી દીધી છે. પીડિત આર્મી જવાનનું નામ શિને કુમાર છે... તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું કે, તેમના ઉપર 6 લોકો હુમલો કર્યો... આ ઘટના રવિવારે રાત્રે કડક્કલમાં તેમના ઘરની બાજુમાં રબરના જંગલમાં બની... કુમારે કહ્યું કે, હુમલાખોરોએ મારા હાથને ટેપથી બાંધી દીધી, મારી સાથી મારપીટ કરી અને પીઠ પર લીલા રંગથી પીએફઆઈ લખી દીધું...

રજાના દિવસે પોતાના ઘરે આવ્યો હતો જવાન

રિપોર્ટ મુજબ પીડિત જવાન રજાઓ ગાળવા પોતાના ઘરે આવ્યો હતો. હાલ તેમનું રાજસ્થાનમાં પોસ્ટિંગ છે. હાલ આ મામલે વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.

ઉલ્લેખનિય છે કે, PFI (પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા) પ્રતિબંધીત ઈસ્લામિક સંગઠન છે... હાલ આ સંગઠન NIA અને EDની તપાસ હેઠળ છે. પીએફઆઈ સાથે સંકળાયેલા લોકો સામે મની લોન્ડ્રિંગ અને આરએસએસ નેતાઓ પર હુમલાની યોજના બનાવવા સહિતના ઘણા આરોપો છે. ઈડી દ્વારા આ સંગઠનના નાણાંની લેવડ-દેવડ અંગે તપાસ ચાલી રહી છે. પીએફઆઈએ સાઉદી અરેબિયા, યુએઈ સહિત ઘણા મુસ્લિમ દેશોના હવાલા અને મની લોન્ડ્રિંગ દ્વારા નાણાં એકઠા કર્યા હોવાનો આરોપ છે. 


Google NewsGoogle News