ભારતીય સેનામાં લેખિત પરીક્ષા વિના જ અધિકારી બનવાની તક, પગાર છે રૂપિયા 85000
Indian Army AFMS Recruitment 2024: ભારતીય સેનામાં અધિકારી બનવા માંગતા ઉમેદવારો માટે આ એક આકર્ષક તક આવી છે. આર્મીએ આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસ (AFMS) હેઠળ 450 શોર્ટ સર્વિસ કમિશન મેડિકલ ઓફિસર (SSC-MO) પોસ્ટ માટે ખાલી પડેલી જગ્યાઓની જાહેરાત કરી છે. આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવતા લોકો સેનાની સત્તાવાર વેબસાઇટ amcsscentry.gov.in દ્વારા ઓનલાઇન અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા 16 જુલાઈથી શરૂ થશે.
જો તમે પણ આર્મી ઓફિસર બનવાનું સપનું જોઈ રહ્યા છો, તો ઉમેદવારોએ 4 ઓગસ્ટ સુધી અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા કુલ 450 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરતાં પહેલાં આ મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી છે.
ભારતીય સેનામાં ભરતીની સંખ્યા
મેડિકલ ઓફિસર (MO)ની કુલ જગ્યાની સંખ્યા – 450
પુરૂષ ઉમેદવારોની સંખ્યા - 338
મહિલા ઉમેદવારોની સંખ્યા - 112
ભારતીય સેનામાં આ પદો માટે કોણ અરજી કરી શકશે
ભારતીય સેનાના આર્મ્ડ ફોર્સિસ મેડિકલ સર્વિસિસ (AFMS)માં શોર્ટ સર્વિસ કમિશન હેઠળ મેડિકલ ઓફિસર (MO)ની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી MBBS અથવા PG ડિગ્રી હોવી જરૂરી છે. ભારતીય સૈન્યની આ જગ્યાઓ માટે અરજી કરનારા તમામ ઉમેદવારોમાં, MBBS/PG ડિગ્રી ધરાવતા લોકોની મહત્તમ વય મર્યાદા 30 વર્ષની હોવી જોઈએ અને PG ડિગ્રી ધરાવનારાની મહત્તમ વય મર્યાદા 35 વર્ષ હોવી જોઈએ.
અરજી ફી
આ આર્મી પોસ્ટ માટે અરજી કરનાર ઉમેદવારોએ અરજી ફી તરીકે રૂ. 200 ચૂકવવા પડશે. અરજી ફી આપેલ ગેટવે દ્વારા ઓનલાઈન ભરવાની રહેશે. ભારતીય સેનામાં પસંદગી પર પગાર આપવામાં આવશે. આ હોદ્દા માટે જે કોઈ ઉમેદવારની પસંદગી કરાશે, તેમને પગાર તરીકે દર મહિને અંદાજે રૂ. 85,000 ચૂકવવામાં આવશે. વધુ માહિતી અને એપ્લિકેશન લિંક માટે ભારતીય સેના એએફએમએસ એસએસસી એમઓ ભરતી 2024 સૂચના પર ક્લિક કરો. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેમની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે. ત્યારબાદ, દસ્તાવેજોની ચકાસણી અને તબીબી પરીક્ષણ કરવામાં આવશે.