Get The App

ઈન્ડિયન આર્મીએ જવાનો માટે WhatsApp જેવી SAI એપ લોંચ કરી

સિક્યોર એપ્લિકેશન ફોર ધ ઈન્ટરનેટ- SAI નામ રખાયું

એપમાં ટેક્સ્ટ મેસેજ, વોઈસ અને વીડિયો કોલિંગની સુવિધા ઉપલબ્ધઃ જવાનોના ડેટા લિકનો ખતરો ઘટયો

Updated: Oct 30th, 2020


Google News
Google News
ઈન્ડિયન આર્મીએ જવાનો માટે WhatsApp જેવી SAI એપ લોંચ કરી 1 - image


નવી દિલ્હી, તા. ૩૦
જવાનોના ડેટાની સુરક્ષા માટે અને આર્મીની સંવેદનશીલ માહિતી ગુપ્ત રહે તે હેતુથી ઈન્ડિયન આર્મીએ વોટ્સએપ જેવી એપ લોંચ કરી છે. એસએઆઈ નામની આ સ્વદેશી એપમાં ટેક્સ્ટ મેસેજ, વોઈસ અને વીડિયો કોલિંગની સુવિધા છે.
ઈન્ડિયન આર્મીએ વોટ્સએપ જેવી સ્વદેશી એપ લોંચ કરી છે. આ એપ વધારે સુરક્ષિત છે. આર્મીના જવાનો હવે આ મેસેજિંગ એપનો જ ઉપયોગ કરશે. આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આ એપ લોંચ કરવામાં આવી હોવાનું સંરક્ષણ વિભાગે કહ્યું હતું.
આ એપનું સિક્યોર એપ્લિકેશન ફોર ધ ઈન્ટરનેટ એવું આખું નામ રખાયું છે. ટૂંકમાં આ એપ એસએઆઈથી ઓળખાશે. આર્મી દ્વારા બનેલી આ એપમાં કમર્શિયલ એપ્સ વોટ્સએપ, ટેલિગ્રામ, સંવાદ, જીમ્સ વગેરે એપ્સમાં હોય એવા ફિચર્સ છે.
એનું સર્વર પણ આર્મી પાસે ઈનહાઉસ રહેશે એટલે ડેટા લિક થવાનો ખતરો અનેકગણો ઘટી જશે. જવાનોની આંતરિક વાતચીતનો ડેટા અન્ય કોઈ જ એપમાં જશે નહીં એટલે આર્મીની માહિતી વધારે સુરક્ષિત રહેશે.
ભારતની સાઈબર સુરક્ષા એજન્સી સર્ન-ઈને એ એપની ખરાઈ કરી હતી. આર્મીની સાઈબર સુરક્ષા પેનલના ઓડિટર્સે પણ તેની ચકાસણી કરી હતી. એ પછી એપને માન્યતા અપાઈ હોવાનું સંરક્ષણ વિભાગના સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું.

Tags :