Get The App

હિંદ-પ્રશાંત મહાસાગરમાં ચીનને ઘેરવાની તૈયારી, ભારતીય સેના 30 દેશો સાથે યોજશે વિશેષ કોન્ફરન્સ

આ કોન્ફરન્સ ઈન્ડો-પેસિફિક આર્મી ચીફ કોન્ફરન્સ (IPACC) તરીકે જાણીતી છે

કેન્ફરન્સની સાથે (IPAMS) અને (SELF)નું પણ આયોજન કરશે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
હિંદ-પ્રશાંત મહાસાગરમાં ચીનને ઘેરવાની તૈયારી, ભારતીય સેના 30 દેશો સાથે યોજશે વિશેષ કોન્ફરન્સ 1 - image
Image : ADG PI Twitter

Indo-Pacific Region: ભારતીય સેના આવતા અઠવાડિયે કોન્ફરન્સનું આયોજન કરવા જઈ રહી છે. આ કોન્ફરન્સ બે દિવસ સુધી ચાલશે જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના દેશોના સેના પ્રમુખો સામેલ થશે. આ કોન્ફરન્સમાં ઈન્ડો પેસિફિક ક્ષેત્રોમાં ચીનની વધતી ગતિવિધિઓ સામે કાર્યવાહી અંગેની પણ ચર્ચા કરવામાં આવી શકે છે. ઈન્ડો પેસિફિક આર્મી ચીફ કોન્ફરન્સ (IPACC) તરીકે જાણીતી આ કોન્ફરન્સનો વિષય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવોનો છે. ભારતીય સેનાએ આ જાણકારી આપી છે. 

ભારતીય સેનાએ  X(અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ શેર કરી

ભારતીય સેનાએ સોશ્યલ મીડિયા X(અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ શેર કરતા લખ્યું હતું કે IPACCએ સુરક્ષા પર વિચારોનું આદાન-પ્રદાન, ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપવા માટેલું પ્લેટફોર્મ છે. આ સિવાય આ ક્ષેત્રના ભાગીદારો વચ્ચે પરસ્પર સમજણ અને સંવાદ વિકસાવવા માટેનું પ્લેટફોર્મ છે. આ કોન્ફરન્સમાં સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 30થી વધુ દેશો ભાગ લેશે. આ કોન્ફરન્સ પહેલા બુધવારે એક કાર્યક્રમ યોજાયો હતો જેની પણ માહિતી પણ આપવામાં આવી છે.

કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા લોકો વચ્ચે વાતચીત થઈ

ભારતીયે સેનાએ જણાવ્યું હતું કે 20મી સપ્ટેમ્બરના રોજ શરુ થયેલા કાર્યક્રમ દરમિયાન કોન્ફરન્સમાં ભાગ લેવા આવેલા લોકો વચ્ચે સારી વાતચીત થઈ હતી. આ કાર્યક્રમમાં વિવિધ દેશોના વિદેશ સેવા અધિકારીઓએ લેફ્ટનન્ટ જનરલ સુચિન્દ્ર કુમાર અને લેફ્ટનન્ટ જનરલ તરુણ કુમાર આઈચ સાથે વાત કરી હતી. હવે નવી દિલ્હીમાં 25થી 27 સપ્ટેમ્બર સુધી યોજાનારા મુખ્ય કાર્યક્રમમાં ઘણા દેશોના સેના પ્રમુખો ભાગ લેવાની રાહ જોવાઈ રહી છે.

ભારતીય સેના (IPAMS) અને (SELF)નું પણ આયોજન કરશે

આ બે દિવસ ચાલનારી કોન્ફરન્સમાં ઈન્ડો-પેસિફિકમાં ચીનની વધતી જતી સૈન્ય ગતિવિધિયોને લઈને વૈશ્વિક ચિંતાઓને ધ્યાનમાં રાખીને આ ક્ષેત્રોમાં શાંતિ, સમૃદ્ધિ અને સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સામાન્ય રણનીતિ વિકસાવવામાં આવશે. આ કોન્ફરન્સનું સહ-આયોજન US આર્મી કરી રહી છે. ભારતીય સેના IPACCની 13મી આવૃત્તિ સાથે 47મા ઈન્ડો-પેસિફિક આર્મી મેનેજમેન્ટ સેમિનાર (IPAMS) અને સિનિયર એનલિસ્ટેડ લીડર્સ ફોરમ (SELF)નું પણ આયોજન કરશે. IPACCની શરુઆત વર્ષ 1999માં કરવામાં આવી હતી જે દ્વિવાર્ષિક પરિષદ છે જેમાં ઈન્ડો-પેસિફિક ક્ષેત્રોના લશ્કરી વડાઓ સામાન્ય મુદ્દાઓ પર ચર્ચા કરવામાં માટે ભેગા થાય છે. 

બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે. 


Google NewsGoogle News