Get The App

ચીન બોર્ડર પર 'છત્રપતિ' : ભારતે લદાખમાં 14000 ફૂટ ઊંચાઈએ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા કરી સ્થાપિત

Updated: Dec 28th, 2024


Google NewsGoogle News
ચીન બોર્ડર પર 'છત્રપતિ' : ભારતે લદાખમાં 14000 ફૂટ ઊંચાઈએ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા કરી સ્થાપિત 1 - image


Chhatrapati Shivaji Maharaj Statue: ભારતે ફરી એકવાર ચીનને પોતાની તાકાત બતાવી છે. ભારતીય સેનાએ લદાખમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમાનું અનાવરણ કર્યું છે. છત્રપતિ શિવાજીની આ ભવ્ય મૂર્તિને 14,300 ફૂટ ઊંચાઈ પર પૈગોંગ ત્સો ઝીલ (Pangong Tso Lake)ના કિનારે લગાવવામાં આવી છે. કાર્યક્રમ દરમિયાન ભારતીય સેનાના ઘણાં વરિષ્ઠ સૈન્ય અધિકારી પણ હાજર રહ્યા હતાં. ભારતે આવું કરીને ચીનને કડક સંદેશો આપ્યો છે. 

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર @firefurycorps દ્વારા સેનાના આ કામની જાણકારી આપવામાં આવી છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, '26 ડિસેમ્બર 2024ના દિવસે પૈગોંગ ત્સોના કિનારે 14,300 ફૂટની ઊંચાઈ પર છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસ સરકારમાં બનેલા નવા 9 જિલ્લાઓ રદ કરાયા, ભજનલાલ સરકારનો મોટો આદેશ

લેફ્ટિનન્ટ જનરલે કર્યું અનાવરણ

આ પ્રતિમા વીરતા, દૂરદર્શિતા અને અટલ ન્યાયનું પ્રતીક છે. આ પ્રતિમાનું અનાવરણ લેફ્ટિનન્ટ જનરલ હિતેશ ભલ્લાએ કર્યું. આ કાર્યક્રમમાં જીઓસી ફાયર એન્ડ ફ્યુર કૉર્પ્સ અને મરાઠા લાઇટ ઇન્ફન્ટ્રીના જવાન સામેલ થયા હતા.

ચીન બોર્ડર પર 'છત્રપતિ' : ભારતે લદાખમાં 14000 ફૂટ ઊંચાઈએ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા કરી સ્થાપિત 2 - image

આ પણ વાંચોઃ સૈનિક સ્કૂલોની પ્રવેશ પરીક્ષા માટે અરજી શરુ, તમારા બાળકનું સપનું પણ સાકાર થઈ શકે છે

ડ્રેગને આપ્યો કડક સંદેશ

ભારતીય શાસક છત્રપતિ શિવાજી મહારાજ અભૂતપૂર્વ વીરતાના પ્રતીક છે, જેનો વારસો પેઢીઓ માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે. લદાખના અમુક વિસ્તારોને લઈને ભારત અને ચીનની વચ્ચે તણાવ રહે છે. એવામાં ભારતે લદાખમાં છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા લગાવીને ચીનને કડક સંદેશો આપવાનું કામ કર્યું છે. ભારતના આ પગલાને પોતાની સંપ્રભુતા અને અખંડિતતાની રક્ષા કરવાનો સંકલ્પના પ્રતીક રૂપે જોઈ શકાય છે. સાથે જ ભારતે ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો કે, તે પોતાના દાવાથી પાછળ નહીં હટે.


Google NewsGoogle News