Get The App

જમ્મૂ કાશ્મીરમાં ચાર આતંકવાદીઓના ઢીમ ઢાળી દેવાયા, દેશની રક્ષામાં એક વીર જવાન શહીદ

Updated: Jul 6th, 2024


Google NewsGoogle News
Indian Army



Army Operation Against Terrorism: પાછલા થોડાક સમયથી કાશ્મીરમાં આતંકીઓની ગતિવિધિઓમાં ફરી વધારો થયો છે. ત્યારે ભારતીય સૈન્ય આતંકવાદીઓ સામે સખત લડત આપી રહ્યું છે અને દેશની રક્ષા કરી રહ્યું છે. દરમિયાન, આજે દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના ચિનીગામમાં  આજે સેનાએ આતંકવાદીઓ સાથેની અથડામણમાં ચાર આતંકવાદીઓને ઠાર કર્યા હતા ઉપરાંત સૈન્યનો એક જવાન પણ શહીદ થયો છે. હાલ સેના આતંકવાદ વિરૂદ્ધ બે ઓપરેશન ચલાવી રહી છે.

સેનાનું ઓપરેશન શરૂ થયાના થોડા કલાકો બાદ જ ચીનીગામ ગામમાં ફાયરિંગની બીજી ઘટના સામે આવી છે. સેનાને આતંકવાદીઓ વિશે ગુપ્ત માહિતી મળી હતી, જેના પછી સુરક્ષા દળો તે વિસ્તારમાં પહોંચ્યા હતા અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. ત્યારબાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ગોળીબાર થયો હતો. આ અથડામણમાં સેનાના બે જવાન ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક જવાન શહીદ થયો છે.

ઉપરાંત અધિકારીઓએ જણાવ્યું હતું કે આજે (6 જુલાઇ) જમ્મુ અને કાશ્મીરના કઠુઆ અને ઉધમપુર જિલ્લામાં અલગ-અલગ માર્ગ અકસ્માતોમાં એક ASI સહિત બે બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) સૈનિકો શહીદ થયા હતા. તેમણે જણાવ્યું કે જસરોટાથી રાજબાગ જતી વખતે ASI પરશોતમ સિંહ કાર ચલાવી રહ્યા હતા અને તેમની સાથે તેમના બે સાથીદારો હતા ત્યારે તેમણે કાર પરનો કાબૂ ગુમાવતાં કાર રસ્તા પરથી લપસીને ઉઝ નહેરમાં પડી ગયું હતું. આ અકસ્માતમાં હિમાચલ પ્રદેશના રહેવાસી ASI પરશોતમ સિંહ શહીદ થયા હતા, જ્યારે તેમના બે સાથીદારોનો બચાવ કરવામાં આવ્યો હતો. અધિકારીએ જણાવ્યું કે, બચાવકર્મીઓએ BSFના બે જવાનોના જીવ બચાવવામાં સફળતા મેળવી હતી હતી, પરંતુ પરશોતમ સિંહ જોરદાર પ્રવાહથી તણાઇ ગયા હતા અને બાદમાં ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે, અન્ય એક અકસ્માતમાં BSF જવાન અમિત કુમાર શુક્લા (30)એ જીવ ગુમાવ્યો હતો. તેની કેબ ઉધમપુર જિલ્લામાં ચેનાની-નાશરી ટનલની અંદર પલટી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે અમિત શુક્લા જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતા. તે રજા પર ઝારખંડમાં પોતાના ઘરે જઈ રહ્યો હતો.


Google NewsGoogle News