સૈન્યને મળ્યો પ્રથમ સ્વદેશી આત્મઘાતી ડ્રોન 'નાગસ્ત્ર-1', શત્રુના ઘરમાં ઘૂસીને કરશે એરસ્ટ્રાઈક

Updated: Jun 14th, 2024


Google NewsGoogle News
Indian Army Suicide Drone Nagastra-1


Indian Army Suicide Drone Nagastra-1: ભારતીય સેનાને સ્વદેશી આત્મઘાતી ડ્રોન નાગાસ્ત્ર-1ની પ્રથમ બેચ મળી ગઈ છે, જેમાં 120 ડ્રોન છે. દુશ્મનના બંકર, ચોકીઓ, હથિયાર ડેપોને ખતમ કરી દેશે. આ આત્મઘાતી ડ્રોનને સેના લોઈટરિંગ મ્યુનિશન કહેવામાં છે. જેને આત્મઘાતી ડ્રોન અથવા કામિકેઝ ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. 

નાગસ્ત્ર-1નું પરીક્ષણ ચીનની સરહદ નજીકમાં કરવામાં આવ્યું

આત્મઘાતી ડ્રોન નાગાસ્ત્ર-1ને ઈકોનોમિક્સ એક્સપ્લોસિવ લિમિટેડ કંપની અને જેડ મોશન ઓટોનોમોસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડે તૈયાર કર્યા છે. બંને કંપનીઓ સોલાર ઇન્ડસ્ટ્રીઝની સબસીડીરી છે. અહેવાલો અનુસાર, સેનાને કુલ 450 નાગાસ્ત્ર આપવામાં આવશે. તેનું પરીક્ષણ ચીનની સરહદ નજીકમાં કરવામાં આવ્યું છે એટલે કે ભવિષ્યમાં સર્જીકલ સ્ટ્રાઈક માટે ફાઈટર જેટની જરૂર નથી.

આ ડ્રોન દુશ્મનોના ઘરમાં ઘૂસીને હુમલો કરશે

આ ડ્રોન અવાજ કરતા નથી તેમજ જલદી નજરે પણ ચડતા નથી. જેને કારણે દુશ્મનોના ઘરમાં ઘૂસીને હુમલો કરી શકાય છે. નાગાસ્ત્રનાના બે વેરિએન્ટ છે અને બંને 60થી 90 મિનિટ સુધી ઊડી શકે છે. તેની ઓપરેશનલ રેન્જ 15 કિલોમીટર છે.

1થી4 કિલોના હથિયારને લઈ ઊડી શકે છે

આત્મઘાતી ડ્રોન નાગસ્ત્ર-1નું 1થી 4 કિલો વોરહેડ સાથે કોઈ મેન પોર્ટેબલ લોયટરનું સફળ ટ્રાયલ થયું હતું. આ ડ્રોન 4500 મીટર ઉપર ઊડી શકે છે અને દુશ્મનના ટેન્ક, બખ્તરબંધ વાહનો, હથિયાર ડેપો અથવા સૈન્ય સમૂહમાં ઉપર ઘાતક હુમલો કરી શકે છે.

60થી 90 મિનિટ ઊડી શકે છે

નાગાસ્ત્ર ફિક્સ્ડ વિગ્સ ડ્રોન છે. જેમાં વિસ્ફોટક મૂકીને દુશ્મનોના મથકો પર હુમલો કરી શકાય છે. આ વેરિએન્ટને ટ્રાઈપોડ અથવા હાથથી ઉડાવી શકાય છે. જેનું વજન 6 કિલો છે અને તે એક વખતમાં 60 મિનિટ ઊડી શકે છે. ઓપરેશનલ રેન્જ બે હિસ્સાઓમાં વહેંચાયેલ છે. 

હુમલા દરમિયાન રિયલ ટાઈમ વીડિયો બનાવે

45 કિલોમીટર જીપીએસ ટાર્ગેટ રેન્જ છે. તેમાં એક કિલો વજનના વોરહેડ લોડ કરવામાં આવી શકે છે. તેના વિસ્ફોટથી 20 મીટરનો વિસ્તાર ખતમ થઈ શકે છે. તેમાં રિયલ ટાઈમ વીડિયો બને છે. સર્વિલન્સ અને હુમલા કરવામાં સક્ષમ છે.

બીજું વેરિએન્ટ મેન પોર્ટેબલ છે તેને બે સૈનિકો મળીને ચલાવી શકે છે. તેમાં ચાર કિલો વિસ્ફોટક લગાવી શકાય છે તે પોર્ટેબલ ન્યુમેરિક લોન્ચર દ્વારા ઉડે છે. તે ત્રણ મોડમાં આવે છે જેમાં ડ્યુઅલ સેન્સર લાગેલા છે જે દિવસ અને રાત કામ કરે છે. તેનું વજન 11 કિલો છે તે 90 મિનિટ ઉડી શકવા સક્ષમ છે. વીડિયો લીંક રેન્જ 25 કિલોમીટર છે.



Google NewsGoogle News