કાશ્મીરમાં આતંકવાદીઓ પાસેથી પ્રથમ વખત મળી Steyer AUG રાઈફલ, સુરક્ષા એજન્સીઓ પણ દંગ, જાણો કેટલી ખતરનાક?

Updated: Jul 20th, 2024


Google NewsGoogle News
કાશ્મીરમાં આતંકવાદીઓ પાસેથી પ્રથમ વખત મળી Steyer AUG રાઈફલ, સુરક્ષા એજન્સીઓ પણ દંગ, જાણો કેટલી ખતરનાક? 1 - image


Image Source: Twitter

Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના કુપવાડા જિલ્લાના કેરન સેક્ટરમાં ગુરુવારે થયેલી અથડામણમાં ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી સેનાના જવાનોને ઓસ્ટ્રિયામાં બનેલી Steyer AUG અસોલ્ટ રાઈફલ મળી આવી છે. સ્ટેયર એયૂજી અસોલ્ટ રાઈફલ મળી આવતા સુરક્ષા એજન્સીઓ ચિંતિત છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે ઠાર કરવામાં આવેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો અને દારૂગોળો, યુદ્ધ જેવી વસ્તુઓ અને એક પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું કે રિકવર કરાયેલી વસ્તુઓમાં Steyer AUG પણ સામેલ છે.

આતંકવાદીઓ અમેરિકમાં નિર્મિત એમ-4 કાર્બાઈન રાઈફલ્સનો ઉપયોગ કરી રહ્યા છે

આતંકવાદીઓ પહેલાથી જ અમેરિકમાં નિર્મિત એમ-4 કાર્બાઈન રાઈફલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. સુરક્ષા દળોને જમ્મુ ક્ષેત્ર અને કાશ્મીર બંનેમાં માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી તે મળી આવી હતી. એક સુરક્ષા અધિકારીએ કહ્યું કે, એમ-4 નો ઉપયોગ મોટાભાગે ટોચના કમાન્ડરો અને જમ્મુ-કાશ્મીરમાં સક્રિય પાકિસ્તાની આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. આ રાઈફલ્સ ઘણી એડવાન્સ છે અને તેમાં નાઈટ વિઝન ડિવાઈસ હોય છે.

જમ્મુ-કાશ્મીરના પૂર્વ પોલીસ પ્રમુખ એસપી વૈદે કહ્યું કે પાકિસ્તાનની ISI નાર્કો વેપાર દ્વારા ખૂબ પૈસા મળે છે. તેઓ તેનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં ઉપયોગ માટે હથિયાર ખરીદવા માટે કરી રહ્યા છે. ગુરુવારે કુપવાડાના કેરન સેક્ટરમાં સેનાએ બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા. સેનાએ આતંકીઓના ઘૂસણખોરીના પ્રયાસને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યો હતો.

જાણો કેમ ખતરનાક છે Steyer AUG રાઈફલ

Steyer AUG ને એક મોડ્યુલર વેપન સિસ્ટમ તરીકે ડિઝાઇન કરવામાં આવી છે જેને ઝડપથી એક એસોલ્ટ રાઈફલ, કાર્બાઈન, સબમશીન ગન અને ઓપન-બોલ્ટ લાઈટ મશીન ગન તરીકે કોન્ફિંગર કરી શકાય છે.


Google NewsGoogle News