સેનામાં જોડાવા ઉત્સુક યુવાનો માટે ખુશખબર, અગ્નિવીર ભરતી માટેની તારીખ જાહેર
ભારતીય સેનામાં ભરતી માટે અગ્નિવીર ભરતી 2024ની રાહ જોતા યુવાનો માટે ખુશખબર આવ્યા છે. ભારતીય સેના ટુંક સમયમાં જ અગ્નિપથ યોજના હેઠળ અગ્નિવીર ભરતીની નોટિફિકેશન જાહેર કરી છે. તેના માટે ભારતીય સેનાની સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર અરજી કરી શકાશે. આ વખતે અગ્નિવીર ભરતી પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કરાયા છે. સ્ટોરકીપર અને ક્લાર્કના પદો પર ભરતી માટે લેખિત પરીક્ષા ઉપરાંત ટાઇપિંગ ટેસ્ટ પણ આપવાની રહેશે. પરીક્ષા ફિજિકલ ટેસ્ટ સહિત અન્ય ક્રાઇટેરિયા પહેલા જેવા જ હશે.
વિવિધ મીડિયા રિપોર્ટ્સમાં સેના ભરતી ઓફિસમાં હવાલાથી જણાવાયું હતું કે અગ્નિવીર ભરતી 2024 માટે અરજી કરવાની પ્રક્રિયા 8 ફેબ્રુઆરીથી શરૂ થશે. અરજી 21 માર્ચ સુધી કરી શકાશે. માહિતી અનુસાર, આ ભરતી પુરૂષ વર્ગ માટે અગ્નિવીર (જનરલ ડ્યુટી), અગ્નિવીર ક્લાર્ક અને સ્ટોર કીપલ ટેક્નિકલ, અગ્નિવીર ટ્રેડ્સમેન અને મહિલા મિલિટ્રી પોલીસ પદો માટે આયોજિત કરાશે. અગ્નિવીર ટેક્નિકલ પદો માટે આઈટીઆઈ કરેલા યુવાનોને પ્રાથમિકતા અપાશે. ભરતી પ્રક્રિયાના પ્રથમ તબક્કામાં લેખિત પરીક્ષા લેવાશે. તેમાં પાસ થનારા ઉમેદવારોને મેરિટના આધાર પર ભરતી રેલીમાં બોલાવવામાં આવશે. જેમાં ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ફિજિકલ ટેસ્ટ થશે.
અગ્નિવીર ભરતી માટે લાયકાત
ભારતીય આર્મીમાં અગ્નિવીર બનવા માટે 10મી અથવા 12મી પાસ યુવક અરજી કરી શકશે. તેના માટે એ પણ અરજી કરી શકશે જે બોર્ડ પરીક્ષામાં સામેલ થયા હોય અને રિઝલ્ટની રાહ જોઈ રહ્યા છે. અગ્નિવીર ટ્રેડ્સમેન માટે 8 પાસ પણ અરજી કરી શકશે. આ સાથે આ પદો માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 17.5 થી 21 વર્ષ છે.