ભારતીય સેના ૧૦૦૦ સર્વેલન્સ હેલિકોપ્ટર ખરીદશે
૮૦ મિની એરક્રાફ્ટ સિસ્ટમ પણ ખરીદવાની પ્રક્રિયા શરૃ
ચીન સાથે જોડાયેલ એલએસી પર સર્વેલન્સ તંત્રને મજબૂત બનાવવા માટે ખરીદી કરવામાં આવી રહી છે
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૦
ભારતીય સેનાએ આજે ૮૦ મિની રિમોટલી પાઇલોટેડ એરક્રાફ્ટ
સિસ્ટમ અને ૧૦૦૦ સર્વેલન્સ હેલિકોપ્ટર ખરીદવાની પ્રક્રિયા શરૃ કરી દીધી છે. ચીન
સાથે જોડાયેલી વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર પોતાના સર્વેલન્સ તંત્રને મજબૂત
બનાવવા માટે આ ખરીદી કરવામાં આવી રહી છે.
અધિકારીઓએ જણાવ્યું હતું કે રિમોટ સંચાલિત મિની વિમાન દિવસ
અને રાતના સર્વેલન્સ અને ઉંચાઇવાળા વિસ્તારોમાં
લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે એક આદર્શ મલ્ટી સેન્સર સિસ્ટમ છે.
રિમોટ સંચાલિત વિમાન કાર્યક્રમ માટે ટેન્ડર જમા કરાવવાની
અંતિમ ૧૬ નવેમ્બર રાખવામાં આવી છે. એક અધિકારીના જણાવ્યા અનુસાર સિસ્ટમ
લક્ષ્યાંકને શોધવા, ઓળખવા, વિરોધીઓના
સ્થળોની ચોક્કસ સ્થિતિની સાથે સાથે સૈનિકોની તૈનાતીના ઉચ્ચ રિઝોલ્યુશનવાળા ફોટા
ઉપલબ્ધ કરાવવામાં મદદ કરશે.
પ્રસ્તાવ અથવા પ્રારંભિક ટેન્ડર અનુસાર પસંદગી પામેલ પુરવઠાકર્તાને
કરાર પર હસ્તાક્ષર કરવા માટે ૧૨ મહિનાની અંદર તેની આપૂર્તિ કરવાની રહેશે. બાય
(ઇન્ડિયન) કેટેગરી હેઠળ રિમોટ સંચાલિત મીની એરક્રાફ્ટ સિસ્ટમની ખરીદી કરવામાં આવી
રહી છે.