પ્લેનમાં મુસાફરી કરતી વખતે આવી હરકતો કરી તો જવુ પડશે જેલ, દંડ પણ ભરવો પડશે

કલમ નંબર 22,23,અને 29 હેઠળ હવાઈ જહાજમાં હંગામો મચાવવો, દારૂ પીવો તેમજ ગાળો બોલવી ગુનો બને છે

દુર્વ્યવહાર બાબતે 3 કેટેગરીમાં સજા આપવાનો નિયમ

Updated: Sep 24th, 2023


Google NewsGoogle News
પ્લેનમાં મુસાફરી કરતી વખતે આવી હરકતો કરી તો જવુ પડશે જેલ, દંડ પણ ભરવો પડશે 1 - image
Image Freepic

તા. 24 સપ્ટેમ્બર 2023, રવિવાર

છેલ્લા કેટલાક સમયથી હવાઈ મુસાફરી દરમ્યાન યાત્રીઓની કેટલીક ગંદી હરકતોના કારણે દેશને શરમ જનક પરિસ્થિતિમાં મુકી દીધો છે. જેમા એર હોસ્ટેસ સાથે બદતમીઝી, મહિલા યાત્રી સાથે શરમજનક કૃત્ય, છેડતી, અશ્લીલ હરકતો વગેરે ઘટનાઓ દેશવાસીઓનું ધ્યાન દોર્યુ હતું. આ મામલે એક્શન પણ લેવામાં આવ્યાં હતા. પરંતુ આવી હરકતો પર કેટલાક નિયમો પણ છે જેમા ફ્લાઈટમાં જો કોઈ ગંદી હરકતો કરે છે તો તેને ભારે પડી શકે છે. તેન જેલ જવાનો વારો પણ આવી શકે છે. તો સાથે સાથે અમુક દંડ પણ ભરવો પડે છે. 

3 કલમો હેઠળ જહાજમાંથી નીચે ઉતારવાનો છે નિયમ

ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન (DGGA)ના નિયમ પ્રમાણે ભારતીય એરક્રાફ્ટ નિયમ 1937 હેઠળ આ અધિકાર સરકાર દ્વારા આપવામાં આવ્યો છે. કલમ નંબર 22,23,અને 29 હેઠળ હવાઈ જહાજમાં હંગામો મચાવવો, દારૂ પીવો તેમજ ગાળો બોલવી ગુનો બને છે. આવી હરકતો કરનાર  મુસાફરોને મુસાફરી કરતાં રોકી તેને ઉતારી દેવા સુધીનો કાયદો છે. કલમ 23 હેઠળ આલ્કોહોલ અથવા ડ્રગ્સના નશામાં પ્લેનના કોઈ પણ મુસાફરની સુરક્ષાને જોખમમાં મૂકે તો તે ગુનો ગણાય છે.  આવું કરનારને જહાજમાંથી કાઢી નાખવામાં આવશે.

દુર્વ્યવહાર બાબતે 3 કેટેગરીમાં સજા આપવાનો નિયમ 

એક ગાઈડલાઈન પ્રમાણે 2017માં જાહેર કરવામાં આવેલ નિયમો પ્રમાણે કોઈ અન્ય મુસાફરો, ક્રુ મેમ્બરો, એયર હોસ્ટેસ સાથે દુર્વ્યવહાર કરનાર મુસાફરને નો -ફ્લાઈટ લીસ્ટ સફરમાં નાખવામાં આવશે. અને આ લીસ્ટમાં નાખ્યા બાદ તે શખ્સ ફરી તે એરલાઈન્સમાં મુસાફરી કરી શકતો નથી. રેકોર્ડમાં તેનુ નામ અપડેટ કરી દેવામાં આવે છે. આ પ્રતિબંધ હંમેશા માટે, કેટલાક મહિનાઓ માટે, કેટલાક દિવસો માટે કરવામાં આવતો હોય છે. પરંતુ તેમા 30 દિવસ માટે પ્રતિંબંધ કરવાનો નિયમ છે.

હવાઈ જહાજ એક પબ્લિક પ્લેસ છે, જ્યા ગેરકાનુની હરકતો પર સજાની જોગવાઈ 

હવાઈ જહાજને નુકસાન પહોચાડવું, કોઈને ધમકાવવા, મારપીટ કરવી ગુનો બને છે. આવુ કરવા પર ઓછા ઓછી 2 વર્ષ માટે બેન કરવામાં આવે છે. પ્લેનમાં દરેક મુસાફરી કરી શકે છે. અને આ એક પબ્લિક પ્લેસ છે. ભારતીય કાયદા પ્રમાણે સાર્વજનિક સ્થળ પર અશ્લીલ હરકતો કરવી, મહિલા યાત્રી સાથે શરમજનક કૃત્ય કરવું, છેડતી કરવી, અપશબ્દ બોલવા વગેરે ક્રાઈમના ડાયરામાં આવે છે. જેમા ગુનેગારને 3 મહિનાની સજા અને દંડ ફટકારવામાં આવે છે. 


Google NewsGoogle News