ભારતીય વાયુસેનાના MiG-29 ફાઈટર જેટમાં લગાવાશે Rampage મિસાઈલ, જાણો તેની તાકાત

MiG-29માં ઈઝરાયલી મિસાઈલ રેમ્પેજ લગાવવાની યોજના

મિસાઈલ રેમ્પેજ હવાથી જમીન પર એટેક કરનારું સ્ટેન્ડઑફ વેપન

Updated: Nov 10th, 2023


Google NewsGoogle News
ભારતીય વાયુસેનાના MiG-29 ફાઈટર જેટમાં લગાવાશે Rampage મિસાઈલ, જાણો તેની તાકાત 1 - image

ભારતીય વાયુસેના પોતાના લડાકૂ વિમાન MiG-29માં ઈઝરાયલી મિસાઈલ રેમ્પેજ લગાવવાની યોજના બનાવી રહ્યું છે. આ હવાથી જમીન પર એટેક કરનારું સ્ટેન્ડઑફ વેપન છે. આ પહેલા ઈન્ડિયન નેવીના મિગ-29ના ફાઈટર જેટ્સમાં તેને લગાવવામાં આવ્યું હતું. આ મિસાઈલો વાયુસેના અને નેવી માટે ખુબ જ ફાયદાકારક અને દુશ્મન માટે ઘાતક સાબિત થાય છે.

આ મિસાઈલ ઈરાનના S-400 ડિફેન્સ સિસ્ટમને આપશે ટક્કર

આ મિસાઈલ માટે ગોવાના ચિકાલિમમાં નવી ટેસ્ટિંગ ફેસિલિટી પણ બનાવાઈ ચૂકી છે. રેમ્પેજ એક લાંબા અંતરની હવાથી જમીન પર હુમલો કરવાની પ્રેસાઈઝ સુપરસોનિક મિસાઈલ છે. આ મિસાઈલ 15 ફૂટ લાંબી છે. જેનું વજન 570 kg છે. આ GPS ગાઈડેડ મિસાઈલ છે જે ઈરાનના S-400 ડિફેન્સ સિસ્ટમને જવાબ આપવા માટે બનાવવામાં આવી હતી.

રડાર પણ મિસાઈલનું કંઈ નહીં બગાડી શકે

રેમ્પેજ મિસાઈલને રડાર પકડી લે છે પરંતુ તેની ગતિ એટલી વધારે છે કે, તેને ઇન્ટરસેપ્ટ નથી કરી શકાતી. એટલે દુશ્મન ઈચ્છે તો પણ તેને પોતાના ઈન્ટરસેપ્ટર મિસાઈલથી તોડી ન શકે.

કોઈપણ રીતે દુશ્મનના બિલ્ડિંગને તોડી પાડશે

રેમ્પેજ મિસાઈલનો ફાયદો ભારતને એવી રીતે મળશે કે તેઓ પોતાના ફાઈટર જેટથી બોર્ડરને પારથી દુશ્મનના કોમ્યુનિકેશન એન્ડ કમાન્ડ સેન્ટર, એરફોર્સ બેઝ, મેન્ટેનન્સ સેન્ટર કે કોઈપણ રીતે બિલ્ડિંગને તોડી શકે છે.

કોઈપણ હવામાનમાં દુશ્મન પર કરી શકે છે હુમલો

આ મિસાઈલને ઈઝરાયલના એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝે બનાવી છે. કંપનીના અનુસાર, આ મિસાઈલ કોઈ પણ હવામાનમાં દુશ્મન પર હુમલો કરી શકે છે. આ કોઈપણ હાઈ-વેલ્યૂ ટાર્ગેટને ધ્વસ્ત કરવામાં વધુ સમય નથી લગાવતી. એક વખતમાં કોઈ પણ ફાઈટર જેટ પર ચાર મિસાઈલ લગાવી શકાય છે.

દુશ્મન મિસાઈલને હેક નહીં કરી શકે

આ GPS/INS ગાઈડેન્સ નેવિગેશન અને એન્ટી જેમિંગ ટેક્નોલોજીથી સજ્જ છે. એટલા માટે તેને હેક કે જેમ કરીને વચ્ચેથી રોકી કે દિશા બદલી નથી શકાતી. રેમ્પેજ મિસાઈલની ખાસિયત એ છે કે, તેને એક વખતમાં ટાર્ગેટ પર છોડી દો અને ભૂલી જાઓ. સ્પીડ સુપરસોનિક છે. સામાન્ય રીતે હવાથી જમીન પર પ્રહાર કરનારી મિસાઈલોની ગતિ એવી હોતી નથી.

ટાર્ગેટ પર 350-550 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ટકરાશે

તેનાથી હથિયારમાં બ્લાસ્ટ ફ્રેગમેન્ટેશન ટેક્નિક લગાવી શકાય છે. એટલે કોઈ બંકર કે કિલ્લેબંધ વિસ્તારને પણ નસ્તેનાબૂદ કરી દેશે. આ પોતાના ટાર્ગેટ પર 350થી 550 મીટર પ્રતિ સેકન્ડની ગતિથી ટકરાય છે. એટલે 21થી 33 Km પ્રતિ મીનિટના દરથી દુશ્મન તરફ વધે છે.

મિસાઈલની દિશા પણ બદલી શકાશે

આ મિસાઈલ વધુમાં વધુ 40 હજાર ફૂટની ઉંચાઈ સુધી જઈ શકે છે. તેની રેન્જ 150થી 250 કિલોમીટર વચ્ચે હોય છે. એ નિર્ભર કરે ચે કે, તેનું કયું વેરિયન્ટ ક્યાં છે અને કઈ સ્થિતિમાં ઉપયોગ કરાઈ રહ્યો છે. દુશ્મન તરફથી જતા સમયે વચ્ચેથી દિશા પણ બદલી શકાય છે.

દુનિયાના તમામ શાનદાર ફાઈટર જેટ્સમાં આ મિસાઈલ છે તૈનાત

દુનિયાના સૌથી શાનદાર ફાઈટર જેટમાં આ મિસાઈલ તૈનાત છે. જેમ કે F-15, F-16, F/A-18E/F, યૂરોફાઈટર ટાઈફૂન, ઈઝરાયલી કફિર અને સુખોઈ સૂ-30MKI ફાઈટર જેટ. એટલે દુનિયાના તમામ શાનદાર ફાઈટર જેટ્સમાં આ મિસાઈલ તૈનાત છે. એટલે તેની માંગ ઘણી વધારે છે.


Google NewsGoogle News