SAMAR એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ, આત્મનિર્ભરતાની દિશામાં મોટી સિદ્ધિ

ભારતીય સેનાને આ સફળતા વાયુ અસ્ત્રશક્તિ અભ્યાસ 2023 દરમિયાન મળી

આ મિસાઈલ સિસ્ટમને પહેલીવાર એક્સરસાઈસમાં સામેલ કરવામાં આવી હતી

Updated: Dec 17th, 2023


Google NewsGoogle News
SAMAR એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ, આત્મનિર્ભરતાની દિશામાં મોટી સિદ્ધિ 1 - image


'SAMAR' air defence missile system : ભારતીય વાયુસેનાએ આત્મનિર્ભરતાની દિશામાં દેશના ઈન હાઉસ ડિઝાઈન અને ડેવલોપમેન્ટના પ્રયાસોમાં મોટી સિદ્ધિ હાંસલ કરતા SAMAR એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. ભારતીય વાયુસેના દ્વારા જમીનથી હવામાં ફાયર કરનાર આ મિસાઈલ સિસ્ટમને વિકસિત કરી છે. 

ભારતીય સેનાને આ સફળતા અસ્ત્રશક્તિ અભ્યાસ 2023માં મળી

ભારતીય વાયુસેનાએ વધુ એક સિદ્ધિ મેળવતા આજે SAMAR એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. આ એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ ભારતમાં જ વિકસિત કરવામાં આવી છે અને તે સ્વદેશી ડિઝાઈન પર આધારિત છે.  IAF દ્વારા આ એર મિસાઈલ ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને જૂની રશિયન મૂળની હવાથી હવામાં ફાયર કરવાવાળી મિસાઈલ સિસ્ટમનો ઉપયોગ કરીને વિકસિત કરવામાં આવી છે. IAF અધિકારીઓએ આ બાબતે જણાવ્યુ હતું કે ભારતીય વાયુસેનાએ પોતાના ઈન હાઉસ ડિઝાઈન અને ડેવલોપ્ડ SAMAR એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનું સફળ ફાયરિંગ ટ્રાયલ કર્યું હતું. ભારતીય સેનાને આ સફળતા વાયુ સેના સ્ટેશન સૂર્યલંકામાં હાલમાં આયોજિત અસ્ત્રશક્તિ અભ્યાસ 2023 દરમિયાન મળી છે. ભારતીય વાયુસેનાના મેન્ટેનન્સ કમાન્ડ હેઠળના એક યુનિટ દ્વારા SAMAR એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમને વિકસાવવામાં આવી છે.

મિસાઈલ સિસ્ટમને પહેલીવાર એક્સરસાઈસમાં સામેલ કરવામાં આવી

આ મિસાઈલ સિસ્ટમને પહેલીવાર એક્સરસાઈસમાં સામેલ કરવામાં આવી હતી, જેનો ઉદેશ્ય જમીનથી હવામાં ફાયર કરનાર હથિયાર પ્રણાલિયનો પરિક્ષણ કરવા અને તેમના ઓપરેશનલ ફિલ્ડ ટ્રાયલને સંચાલન કરવાનો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મિસાઈલ સિસ્ટમે વિવિધ લડાયક પરિસ્થિતિઓમાં ફાયરિંગ ટ્રાયલ ટાર્ગેટને સફળતાપૂર્વક હાંસલ કર્યા છે. આ સિસ્ટમ 2 થી 2.5ની મૈક ગતિવાળી મિસાઈલોના હવાઈ જોખમનો સામનો કરી શકે છે. IAF અધિકારીઓએ જણાવ્યું હતું કે SAMAR સિસ્ટમમાં એવું લોન્ચ પ્લેટફોર્મ લગાવ્યું છે જે જોખમ હોવા પર સિંગલ અને સેલ્વો મોડમાં બે મિસાઈલ લોન્ચ કરી શકે છે.

આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવાની દિશામાં પગલું

આ મિસાઈલ સિસ્ટમનું પ્રદર્શન પહેલેથી જ વાયુ સેના પ્રમુખ એયર ચીફ માર્સલ વીઆર ચૌધરી અને વાયુ સેના વાઈસ ચીફ એયર માર્શલ એપી સિંહ જોઈ ચુક્યા છે. ભારતીય વાયુ સેનાના મેંન્ટનેસ કમાન્ડ ચીફ એર માર્સ વીભાસ પાંડેએ હવાઈ અડ્ડાની મુલાકાત કરી હતી. ભારતીય વાયુસેના આત્મનિર્ભરતાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાની સૂચનાઓ હેઠળ કામ કરી રહી છે. 

SAMAR એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ, આત્મનિર્ભરતાની દિશામાં મોટી સિદ્ધિ 2 - image


Google NewsGoogle News