Get The App

પહલગામ હુમલા બાદ મોટી હલચલ! વાયુસેનાએ શરૂ કર્યું 'એક્સરસાઈઝ આક્રમણ', દેખાડી રાફેલ-સુખોઈની તાકાત

Updated: Apr 24th, 2025

GS TEAM


Google News
Google News
Exercise Aakraman


Indian Air Force Exercise Aakraman : જમ્મુ-કાશ્મીરના પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વિરૂદ્ધમાં કડક એક્શન લઈ રહ્યું છે. આ દરમિયાન ભારતીય વાયુસેનાએ 'એક્સરસાઈઝ આક્રમણ' હેઠળ મોટું સૈન્ય અભ્યાસ શરૂ કર્યું છે. જેમાં પહાડ અને જમીનના સ્તરે ટાર્ગેટને લઈને હવાઈ હુમલાનું અભ્યાસ કર્યું છે. આ યુદ્ધ કવાયત હાલમાં સેન્ટ્રલ સેક્ટરમાં ચાલી રહી છે. 

મળતી માહિતી મુજબ, વાયુસેનાના ઘણા સાધનો પૂર્વીય સેક્ટરથી મધ્ય સેક્ટરમાં મોકલવામાં આવ્યા છે. જ્યાં આ કવાયત હેઠળ, લાંબા અંતર સુધી જઈને દુશ્મનના લક્ષ્યો પર ચોક્કસ બોમ્બમારો કરવામાં આવી રહ્યો છે. પાયલોટ વાસ્તવિક યુદ્ધ પરિસ્થિતિઓ સામે લડી શકે તે માટે પ્રેક્ટિસ કરી રહ્યા છે.

'એક્સરસાઈઝ આક્રમણ' શરૂ

આ યુદ્ધાભ્યાસનું નામ 'આક્રમણ' રાખવામાં આવ્યું છે. આ દરમિયાન વાયુસેનાના ટોપ ગન પાયલોટ સક્રિયરૂપથી સામેલ છે અને વરિષ્ઠ અધિકારીઓ દ્વારા તેની દેખરેખ રાખવામાં આવી રહી છે. પાયલોટને જમીન અને પર્વતીય લક્ષ્યો પર ચોકસાઇથી પ્રહાર કરવા માટે તાલીમ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો: શું પાકિસ્તાનને રાતોરાત સિંધુનું પાણી મળતું બંધ થઈ શકે? સમજો સિંધુ જળ સંધિ સરળ શબ્દોમાં

લશ્કરી સંસાધનો સેન્ટ્રલ સેક્ટરમાં તૈનાત

ડિફેન્સર સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ કવાયત હજુ ચાલુ છે અને તેમાં લાંબા અંતરના સ્ટ્રાઈક મિશન, દુશ્મનના લક્ષ્યો પર હુમલો કરવાની પ્રેક્ટિસ અને ઇલેક્ટ્રોનિક વૉરફેયર સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ સમાવવામાં આવી છે. આ યુદ્ધાભ્યાસમાં પૂર્વીય ક્ષેત્રમાંથી નોંધપાત્ર લશ્કરી સંસાધનો સેન્ટ્રલ સેક્ટરમાં તૈનાત કરવામાં આવ્યા છે. 

આ પણ વાંચો: પહલગામ આતંકી હુમલા પર સર્વદળીય બેઠક, રાહુલ ગાંધીએ કહ્યું- 'સરકારને અમારો પૂરો સપોર્ટ'

અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ ફાઇટર જેટ્સ યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે, જેમાં ગ્રાઉન્ડ એટેક અને ઇલેક્ટ્રોનિક વોરફેર ડ્રીલનો સમાવેશ થાય છે. આ કવાયતમાં IAFના ટોચના ગન પાયલોટ્સ સામેલ છે, જેઓ લાંબા અંતરની ફ્લાઇટ્સમાં બોમ્બમારો કરવાની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ભારતીય વાયુસેનાના પંજાબના અંબાલા અને પશ્ચિમ બંગાળના હાસીમારામાં બે રાફેલ સ્ક્વોડ્રન તૈનાત કરી દેવાયા છે. 

Tags :