ઈન્ડિયન એરફોર્સે ચીનને બતાવ્યો તાકાતનો પરચો: S-400 મિસાઈલો સાથે તેજસ-રાફેલે કર્યો યુદ્ધ અભ્યાસ

Updated: Nov 8th, 2023


Google NewsGoogle News
ઈન્ડિયન એરફોર્સે ચીનને બતાવ્યો તાકાતનો પરચો: S-400 મિસાઈલો સાથે તેજસ-રાફેલે કર્યો યુદ્ધ અભ્યાસ 1 - image


Image Source: Twitter

- યુદ્ધ અભ્યાસ 'પૂર્વી આકાશ'નો ઉદ્દેશ્ય વાયુ સેનાની ડિફેન્સ અને હુમલો કરવાની ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો હતો

નવી દિલ્હી, તા. 08 નવેમ્બર 2023, બુધવાર

ઈન્ડિયન એરફોર્સે મોટો યુદ્ધ અભ્યાસ કરીને ચીનને પોતાની તાકાત બતાવી છે. ઈન્ડિયન એરફોર્સે તાજેતરમાં જ 'પૂર્વી આકાશ' નામનો અભ્યાસ કર્યો છે. આ મોટા યુદ્ધ અભ્યાસમાં એર ડિફેન્સ સિસ્ટમ S-400ની સાથે જ રાફેલ, તેજસ અને સુખોઈ એમકેઆઈ જેવા લડાકૂ વિમાનો અને હેલિકોપ્ટરોને સામેલ કરવામાં આવ્યા હતા. 

ઈન્ડિયન એરફોર્સે રશિયા પાસેથી ખરીદેલી S-400 એર ડિફેન્સ સિસ્ટમને ચીનને અડેલી સરહદ પર તૈનાત કરી છે. ભગવાન કૃષ્ણના સુદર્શન ચક્રના નામ પરથી તેનું નામ સુદર્શન ચક્ર રાખવામાં આવ્યું છે. યુદ્ધ અભ્યાસમાં એલસીએ પ્રચંડ હેલિકોપ્ટરની સાથે જ જમીન સૈન્ય દળોએ પણ ભાગ લીધો હતો.

પૂર્વી વાયુ કમાન (ઈએસી)એ 30 ઓક્ટોબરથી 4 નવેમ્બર સુધી 'પૂર્વી આકાશ' નામથી આ યુદ્ધ અભ્યાસ કર્યો હતો. ઈએસી દ્વારા દર વર્ષે આ યુદ્ધ અભ્યાસ કરવામાં આવે છે. ભારતીય વાયુ સેનાએ જણાવ્યું કે, તે કોઈ પણ ઈમરજન્સી સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. પૂર્વી વાયુ કમાનમાં ઉત્તર-પૂર્વના સાત રાજ્યો સહિત 12 રાજ્યોનું વિશાળ ક્ષેત્ર આવે છે.

યુદ્ધ અભ્યાસમાં ભારતીય સેનાએ પણ ભાગ લીધો

યુદ્ધ અભ્યાસ 'પૂર્વી આકાશ'નો ઉદ્દેશ્ય વાયુ સેનાની ડિફેન્સ અને હુમલો કરવાની ક્ષમતાઓનું પ્રદર્શન કરવાનો હતો. આ અભ્યાસ દિવસે અને રાત્રે બંને સમયે કરવામાં આવ્યો હતો. આ સાથે જ ભારતીય સેના અને વાયુ સેના વચ્ચે સંકલન પણ દેખાડવામાં આવ્યુ હતું. અભ્યાસમાં ભારતીય સેનાની પૂર્વી કમાને ભાગ લીધો. તેમાં વાયુ સેનાના ગરૂડ કમાન્ડો અને સેનાના સ્પેશિયલ ફોર્સના જવાનોને સામેલ કરવામાં આવ્યા હતા. 

પ્રચંડ હેલિકોપ્ટરે દેખાડી ક્ષમતા

વાયુસેના અને થલ સેનાએ સાથે મળીને અભ્યાસ કર્યો કે, યુદ્ધની સ્થિતિમાં કેવી રીતે એર ડિફેન્સ સિસ્ટમનેતૈનાત કરવી અને કેવી રીતે લડવું. સ્વદેશી લડાકૂ હેલિકોપ્ટર 'પ્રચંડ'એ પણ પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું. આ હેલિકોપ્ટરને ઊંચાઈવાળા વિસ્તારોમાં લડવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. અભ્યાસ દરમિયાન હેલિકોપ્ટર ઊંચા વિસ્તારમાં એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડ પર ઉતર્યું હતું. આ સાથે જ અભ્યાસમાં હેવી લિફ્ટ ચિનૂક હેલિકોપ્ટર પણ તૈનાત કરવામાં આવ્યા હતા.


Google NewsGoogle News