વાયુસેનાની તાકાતમાં થશે વધારો, તેજસ અને રાફેલ ફાઈટર જેટની સાથે જોડવામાં આવશે રુદ્રમ-1 મિસાઈલ

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
વાયુસેનાની તાકાતમાં થશે વધારો, તેજસ અને રાફેલ ફાઈટર જેટની સાથે જોડવામાં આવશે રુદ્રમ-1 મિસાઈલ 1 - image


Indian Air Force: ભારતીય વાયુસેના (Indian Air Force) પોતાના ફાઈટર જેટ્સ રાફેલ અને તેજસ એમકે-1એમાં રુદ્રમ-1 (Rudram-1) મિસાઈલ જોડવાની યોજના બનાવી રહ્યું છે. રુદ્રમ-1 નવી જનરેશન એન્ટી-રેડિએશન મિસાઈલ (NGARM) છે, જેને હવામાંથી જમીન પર પ્રહાર કરવા માટે બનાવવામાં આવી છે. 

આ મિસાઈલ જોડાવાથી ભારતીય વાયુસેનાની તાકાત અનેક ઘણી વધી જશે. કારણ કે, રુદ્રમ મિસાઈલ સુપરસોનિક પણ છે અને હાઈપરસોનિક પણ છે. જો રુદ્રમ-1 મિસાઈલની વાત કરીએ તો 600 કિલોગ્રામ વજન વાળી આ મિસાઈલની લંબાઈ 18 ફૂટ છે. તેમાં 55 કિલોગ્રામ વજનની પ્રી-ફ્રેગમેન્ટેડ વોરહેડ લગાવવામાં આવે છે. 

રુદ્રમ-1 મિસાઈલની રેન્જ 150 કિલોમીટર છે. એનો અર્થ એ કે રાફેલ અથવા તેજસ ફાઈટર જેટ આટલા દૂરથી જ દુશ્મન પર હવાઈ હુમલો કરી શકે છે. તેમને દુશ્મનના ટાર્ગેટની નજીક જવાની જરૂર નહીં પડશે. આ મિસાઈલ લોન્ચિંગ પોઈન્ટથી વધુ ઉપર જઈ શકે છે. એટલે કે તે એક કિલોમીટરથી લઈને 15 કિલોમીટરની ઊંચાઈ સુધી જાય છે. 

દેશમાં બની છે મિસાઈલ, સ્પીડ પણ ઘાતક

રુદ્રમ-1 મિસાઈલ મેક-2 એટલે કે, 2470 km/hrની રફ્તારથી આગળ વધે છે. હાલમાં તેને રાફેલ અને તેજસમાં લગાવવાનો પ્લાન છે. પરંતુ બાદમાં વાયુસેના તેને તેજસ એમકે-2, એએમસીએ અને ટેડબીએફ ફાઈટર જેટ્સમાં પણ લગાવવાનો પ્લાન છે. હાલમાં આ મિસાઈલ MiG-29UPG, ડેસો મિરાજ 2000 અને Su-30MKIમાં લાગી છે. 

ચાલો જાણીએ બંને ફાઈટર જેટની તાકાત

તેજસ MK-1A ફાઈટર જેટ

તેજસ MK-1A ફાઈટર જેટમાં ડિજિટલ ફ્લાય બાય વાયર ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC)ને લગાવવામાં આવ્યું છે. DFCCનો સરળ ભાષામાં અર્થ થાય છે કે, ફાઈટર જેટમાંથી મેન્યુઅલ ફ્લાઈટ કંટ્રોલ હટાવીને ઈલેક્ટ્રોનિક ઈન્ટરફેસ ઈન્સ્ટોલ કરવું. એટલે કે કોમ્પ્યુટર વિમાનને ઉડાવતી વખતે પાઈલટના હિસાબે સંતુલિત રાખે છે. આ સિસ્ટમથી રડાર, એલિરોન, એલિરોન, ફ્લેપ્સ અને એન્જિનનું નિયંત્રણ ઈલેક્ટ્રોનિક રીતે થાય છે. ફ્લાય બાય વાયર ફાઈટર જેટને સ્થિર કરે છે. આ વિમાનને સુરક્ષિત બનાવે છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ છે તેજસ 

વિમાનનું અપગ્રેડેડ વર્ઝન તેજસ Mk-1Aમાં એડવાન્સ્ડ મિશન કોમ્પ્યુટર, હાઈ પરફોર્મન્સ કેપેબિલિટી ડિજિટલ ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટર (DFCC Mk-1A), સ્માર્ટ મલ્ટી-ફંક્શન ડિસ્પ્લે (SMFD), એડવાન્સ ઈલેક્ટ્રોનિકલી સ્કેન કરેલ એરે (AESA) રડાર, એડવાન્સ્ડ સેલ્ફ-પ્રોટેક્શન જેમર, ઈલેક્ટ્રોનિક વોરફેર સૂટ વગેરે સુવિધાઓ છે.

જો કે આમ તો આ ફાઈટર જેટ તેજસ MK-1 જેવું જ છે પરંતુ તેમાં કેટલીક વસ્તુઓ બદલવામાં આવી છે. જેમ કે તેમાં અત્યાધુનિક ઈલેક્ટ્રોનિક વોરફેર સૂટ, ઉત્તમ AESA રડાર, સેલ્ફ-પ્રોટેક્શન જેમર, રડાર વોર્નિંગ રીસીવર લગાવવામાં આવ્યું છે. આ ઉપરાંત તેમાં બહારથી ECM પોડ પણ લગાવી શકાય છે.

2200 km/hrની સ્પીડ, 739 kmની કોમ્બેટ રેન્જ

માર્ક-1A છેલ્લા વેરિએન્ટથી થોડું હળવું છે. પરંતુ તેનો આકાર એટલો જ છે. એટલે કે, 43.4 ફૂટની લંબાઈ છે. 14.5 ફૂટની ઊંચાઈ છે. મહત્તમ 2200 km/hrની સ્પીડથી ઉડાન ભરી શકે છે. કોમ્બેટ રેન્જ 739 કિલોમીટર છે. જોકે, તેનો ફેરી રેન્જ 3000 કિલોમીટર છે. 

આ વિમાન મહત્તમ 50 હજાર ફૂટની ઊંચાઈ જઈ શકે છે. તેમાં કુલ 9 હાર્ડપોઈન્ટ્સ છે. આ ઉપરાંત 23 મિલિમીટરની ટ્વિન-બેરલ કેનન લાગી છે. હાર્ડ પોઈન્ટ્સમાં 9 અલગ-અલગ રોકેટ્સ, મિસાઈલ લગાવી શકાય છે. અથવા તેનું મિશ્રણ કરી શકીએ છીએ.

રાફેલ ફાઈટર જેટની તાકાત

રાફેલ અને યુરોફાઈટરનો વિકાસ એક ફાઈટર જેટની જેમ જ થયો હતો. પરંતુ બાદમાં ફ્રાન્સે રાફેલને પ્રોજેક્ટથી અલગ કરી દીધું હતું. ભારતીય વાયુસેનામાં 36 રાફેલ ફાઈટર જેટ છે. તેને એક કે બે પાઈલોટ દ્વારા ઉડાડવામાં આવે છે. તે 50.1 ફૂટ લાંબુ, વિંગસ્પેન 35.9 ફૂટ અને ઊંચાઈ 17.6 ફૂટ છે.

તેની મહત્તમ ગતિ 1912 KM/કલાક છે. પરંતુ કોમ્બેટ રેન્જ 1850 કિમી છે. ઓપરેશનલ રેન્જ 3700 KM છે. તે મહત્તમ 51,952 ફૂટની ઊંચાઈ સુધી જઈ શકે છે. તે એક સેકન્ડમાં 305 મીટરની સીધી ઉડાન ભરવામાં સક્ષમ છે. તેમાં 30 મીમીની ઓટોકેનન લગાવવામાં આવી છે, જે પ્રતિ મિનિટ 125 રાઉન્ડ ફાયર કરે છે.

આ ઉપરાંત તેમાં 14 હાર્ડપોઈન્ટ છે. તેમાં એર-ટુ-એર, એર-ટુ-ગ્રાઉન્ડ, એર-ટુ-સર્ફેસ, ન્યુક્લિયર ડિટરન્સ મિસાઈલો લગાવી શકાય છે. આ ઉપરાંત અન્ય ઘણા પ્રકારના બોમ્બ પણ તૈનાત કરી શકાય છે.


Google NewsGoogle News