તેલંગાણામાં ભારતીય વાયુસેનાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત, બંને પાઈલટનાં ઘટનાસ્થળે મૃત્યુ, તપાસના આદેશ
વિમાને તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી
મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે અને એક કેડેટ
image : Twitter |
Telangana Air Force Plane Crash News | તેલંગાણામાં પિલાટસ ટ્રેનર વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થવાથી વાયુસેનાના બે પાઈલટના મૃત્યુ થઈ ગયા છે. આ વિમાન ત્યારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું જ્યારે તેણે તેલંગાણાના ડંડીગલમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ દરમિયાન ઉડાન ભરી હતી. વાયુસેનાના અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનારા પાઇલટોમાંથી એક ટ્રેનર છે અને એક કેડેટ છે.
ભારતીય વાયુસેનાએ આપી માહિતી
ભારતીય વાયુસેનાના એક અધિકારીએ કહ્યું કે એએફએ હૈદરાબાદથી નિયમિત ટ્રેનિંગ ઉડાન દરમિયાન આજે સવારે જ પિલાટ્સ પીસી 7 એમકે II વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. વિમાનમાં સવાર બંને પાઈલટને ગંભીર ઈજા થઈ હતી. જોકે કોઈપણ નાગરિકોની જાનહાનિ કે માલહાનિના અહેવાલ આવ્યા નથી. આ મામલે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીના આદેશ આપી દેવાયા છે.