Get The App

VIDEO : વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબક્યું, બિહારમાં પૂર રાહત સામગ્રી ડ્રોપ કરતા સમયે બની દુર્ઘટના

Updated: Oct 2nd, 2024


Google NewsGoogle News
VIDEO : વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબક્યું, બિહારમાં પૂર રાહત સામગ્રી ડ્રોપ કરતા સમયે બની દુર્ઘટના 1 - image


Helicopter Crash News : એક જ દિવસમાં બે હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. સવારે મહારાષ્ટ્રના પુણે નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં બે પાયલોટ અને એક એન્જિનિયર સહિત ત્રણના મોત થયા હતા. ત્યારબાદ બિહારના મુઝફ્ફરપુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ ક્રેશ થઈને પાણીમાં ખાબક્યું હતું. જોકે, એરફોર્સે તેને સાવચેતીભર્યું લેન્ડિંગ ગણાવ્યું છે અને હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય કર્મચારીઓ સુરક્ષિત છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, આ હેલિકોપ્ટર મુઝફ્ફરપુરના ઔરાઈ સ્થિત ઘનશ્યામપુરમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર પૂર રાહત સામગ્રી ડ્રોપ કરી રહ્યું હતું.

ન્યૂઝ એજન્સી ANI અનુસાર, ભારતીય વાયુસેનાએ કહ્યું કે, બિહારના સીતામઢીમાં પૂર રાહત કામગીરી દરમિયાન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટરમાં બે પાઈલટ સહિત ત્રણ જવાન હતા. જોકે, દરેક જણ સુરક્ષિત છે.

હેલિકોપ્ટર ક્રેશ થયા પહેલાનો વીડિયો!

સોશિયલ મીડિયા પર હેલિકોપ્ટર ક્રેશ થયા પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, હેલિકોપ્ટર ક્રેશ થતા પહેલા ધૂમાડો જોઈ શકાય છે.


પુણે નજીક હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટ અને 1 એન્જિનિયર સહિત 3ના મોત

પુણે પાસે આવેલા બાવધનના બુદ્રુક ગામ નજીક  હેલિકોપ્ટર ક્રેશ થયું હોવાનું સમાચાર છે. આ હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં 3 લોકોના મોત થયા છે.  જેમાં 2 પાયલોટ અને 1 એન્જિનિયરનો સમાવેશ થાય છે. સ્થાનિક રહીશોએ હેલિકોપ્ટર ક્રેશની  માહિતી પોલીસ કંટ્રોલ રૂમને આપી હતી. પોલીસ અને મેડિકલ ટીમ રવાના કરી દેવામાં આવી છે. 

હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર મળતાં જ ફાયર બ્રિગેડ, ડિઝાસ્ટર રાહત ટીમ અને પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. ઘટના સવારે સાત વાગ્યાની હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ધુમ્મસના લીધે હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટના સર્જાઇ હોવાનું માનવામાં આવી રહ્યું છે. જોકે આ મામલે તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. તપાસ જ ઘટનાનું સાચું કારણ સામે આવશે. 

કહેવામાં આવી રહ્યું છે કે ઑક્સફોર્ડ ગોલ્ડ ક્લબના હેલિપેડથી ઉડાન ભર્યા બાદ તરત જ હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. ઘટના સવારે 7:00 વાગ્યાથી 7:10 વાગ્યાની વચ્ચે સર્જાઇ હતી. આ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ હોવાના કારણે દુર્ઘટના સર્જાઇ હોવાની આશંકા છે. જોકે અકસ્માત અંગે સચોટ માહિતી માટે ઓફિશિયલ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઇજરજન્સી સેવાઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ છે અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. હિંજવડી પોલેસ સ્ટેશન (પિંપરી ચિંચવડ પોલીસ) અને વિમાન અધિકારી ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 



Google NewsGoogle News