IAF: અગ્નિવીર વાયુની 3500 જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો પગાર-લાયકાત સહિતની તમામ માહિતી
ઓનલાઈન અરજી તારીખ 17 જાન્યુઆરી, 2024 થી શરુ થશે
ભરતી પરીક્ષા 17 માર્ચ, 2024 રહેશે
IAF Agniveervayu Recruitment 2024: ઇન્ડિયન એર ફોર્સે અગ્નિવીર વાયુ ભરતી 2024 (01/2025) માટે ભરતીની જાહેરાત કરી છે. તે બાબતની તમામ જાણકારી સત્તાવાર વેબસાઈટ https://agnipathvayu.cdac.in/AV પર નોટીફીકેશન જાહેર કરવામાં આવી છે. આ જગ્યા માટે અરજી પ્રક્રિયા 17 જાન્યુઆરી, 2024 થી શરૂ થશે. આ ભરતી માટે અરજી કરવાની અને પરીક્ષા ફી જમા કરવાની છેલ્લી તારીખ 6 ફેબ્રુઆરી, 2024 છે. અગ્નિપથ યોજના હેઠળ આ ભરતી માટે અરજી કરવા ઇચ્છુક અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે. નોટીફીકેશન મુજબ મહિલા તેમજ પુરુષ બંને અરજી કરી શકે છે. આ ભરતી માટેની પ્રવેશ પરીક્ષા 17 માર્ચ 2024ના રોજ લેવામાં આવશે.
ભરતીની મહત્વની તારીખો
ઑનલાઇન અરજીની શરૂઆતની તારીખ- 17 જાન્યુઆરી 2024
ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ- 6 ફેબ્રુઆરી 2024
ઓનલાઈન પરીક્ષા તારીખ- 17 માર્ચ 2024
મહિલા અને પુરુષની ઉંચાઈ
અરજી કરનારા પુરૂષ ઉમેદવારો માટે જરૂરી લઘુત્તમ ઊંચાઈ 152.5 સેમી છે. જ્યારે મહિલા ઉમેદવારો માટે લઘુત્તમ માન્ય ઊંચાઈ 152 સે.મી. આ ઉપરાંત, ઉત્તર પૂર્વ અથવા ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોના ઉમેદવારો માટે લઘુત્તમ 147 સેમીની ઊંચાઈ સ્વીકારવામાં આવશે.
અરજી ફી
આ ભરતી પરીક્ષા માટે અરજી કરનાર ઉમેદવારોએ ફી રૂ. 550 + GST ઓનલાઈન ભરવાનો રહેશે.
પરીક્ષા પેટર્ન અને અભ્યાસક્રમ
2024માં ઇન્ડિયન એર ફોર્સ અગ્નિવીર વાયુ ભરતીમાં પ્રતિ પ્રશ્ન 1 માર્ક હશે. પરીક્ષામાં 0.25 નું નેગટિવ માર્કિંગ રહેશે. તેમજ પ્રશ્નો 12મીના CBSE લેવલના રહેશે.
પગાર ધોરણ