Get The App

કેનેડા સાથેના સંબંધો સુધર્યા! સ્થિતિ કાબૂમાં જોઈ ભારતે વિઝા સેવા શરૂ કરવાનો લીધો મોટો નિર્ણય

કેનેડા સાથેના સંબંધોમાં સુધારો થતાં આજથી ભારત વિઝા સર્વિસ શરૂ કરશે, હાઈકમિશને આપી માહિતી

એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા માટેની સેવાઓ 26 ઓક્ટોબરથી ફરી શરૂ થશે

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
કેનેડા સાથેના સંબંધો સુધર્યા! સ્થિતિ કાબૂમાં જોઈ ભારતે વિઝા સેવા શરૂ કરવાનો લીધો મોટો નિર્ણય 1 - image

India vs Canada Row | ભારત અને કેનેડા (India vs Canada Controversy) વચ્ચેના સંબંધોમાં સુધારાના અહેવાલ મળી રહ્યા છે. માહિતી અનુસાર ભારતે બુધવારે કહ્યું હતું કે તે ગુરુવારથી કેનેડામાં કેટલીક વિઝા સેવાઓ ફરી શરૂ કરશે. કેનેડામાં ભારતીય હાઈ કમિશને (Indian High Commission) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે એન્ટ્રી વિઝા, બિઝનેસ વિઝા, મેડિકલ વિઝા અને કોન્ફરન્સ વિઝા (India visa Services For Canada) માટેની સેવાઓ 26 ઓક્ટોબરથી ફરી શરૂ થશે.

વિદેશમંત્રીએ આપ્યું હતું આશ્વાસન 

ખરેખર તો વિદેશમંત્રી એસ જયશંકરે (S. Jaishankar) રવિવારે કહ્યું હતું કે જો ભારત કેનેડામાં તેના રાજદ્વારીઓની સુરક્ષામાં પ્રગતિ જોશે તો તે કેનેડિયનો માટે વિઝા સેવાઓ ટૂંક સમયમાં ફરી શરૂ કરવાનું વિચારશે. ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ 18 સપ્ટેમ્બરે આરોપો લગાવ્યા બાદ ભારત અને કેનેડાના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. 

કેનેડાએ આરોપ લગાવ્યો હતો 

ટ્રુડોએ (Justin Trudeau) આરોપ લગાવ્યો હતો કે જૂનમાં બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની ભાગલાવાદી આતંકી હરદીપ સિંહ નિજ્જરની (Hardeep singh Nijjar) હત્યામાં ભારતના એજન્ટોની ભૂમિકા હતી. જોકે, ભારતે આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. થોડા દિવસો પછી, ભારતે જાહેરાત કરી કે તે કેનેડિયન નાગરિકોને વિઝા આપવાનું કામચલાઉ ધોરણે સ્થગિત કરી રહ્યું છે અને કેનેડાના પણ 41 જેટલાં રાજદ્વારીઓને તગેડી મૂક્યા હતા. 

કેનેડા સાથેના સંબંધો સુધર્યા! સ્થિતિ કાબૂમાં જોઈ ભારતે વિઝા સેવા શરૂ કરવાનો લીધો મોટો નિર્ણય 2 - image


Google NewsGoogle News