50થી વધુ કેસમાં વોન્ટેડ ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાને ભારત લવાશે? સરકારે કરી પ્રત્યાર્પણની માંગ
India-Canada Conflict : કેનેડામાં 18 જૂન-2023ના રોજ શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા થયા બાદ ભારત અને કેનેડા વચ્ચે સતત તૂ-તૂ-મૈં-મૈં ચાલી રહી છે. કેનેડાએ નિજ્જરની હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આક્ષેપ કર્યા બાદ ભારતે કેનેડાને જડબાતોડ જવાબ આપતું રહ્યું છે. ત્યારે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લા અંગે મહત્ત્વની વિગતો સામે આવ્યો છે.
ભારત ડલ્લાનું પ્રત્યાર્પણ કરવા કેનેડાને માંગ કરશે
ભારતીય વિદેશ મંત્રાલયે અર્શ ડલ્લા (Arsh Dalla)નો ઉલ્લેખ કરીને સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, ‘ભારત ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાનું પ્રત્યાર્પણ કરવા કેનેડાને માંગ કરશે. ડલ્લા ખાલિસ્તાની ટાઈગર પોર્સનો પ્રમુખ છે અને તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ પણ જાહેર થયેલી છે.’
ડલ્લા ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો પ્રમુખ
મંત્રાલયના જણાવ્યા મુજબ, જાહેર કરાયેલા આતંકવાદીની કેનેડામાં ધરપકડ થઈ હોવા અંગે મીડિયાએ સવાલો કરતા સત્તાવાર પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે, ‘જાહેર કરાયેલા આતંકવાદી અર્શ સિંહ ગિલ ઉર્ફે અર્શ ડલ્લાની કેનેડામાં ધરપકડ કરવામાં આવી હોવાના મીડિયા રિપોર્ટ અમારા ધ્યાને આવ્યા છે. ડલ્લા ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો પ્રમુખ છે. કેનેડાની પ્રિન્ટ સહિતની મીડિયાએ ડલ્લાની ધરપકડના સમાચારો પ્રકાશિત કર્યા છે. અમે સમજીએ છીએ કે, ઑન્ટારિયો કોર્ટ ડલ્લાના કેસની સુનાવણી કરવાની છે.’
ભારત ડલ્લાના પ્રત્યાર્પણ માટે કેનેડાને અનુરોધ કરશે
મંત્રાલયે એમ પણ કહ્યું કે, ‘ડલ્લા વિરુદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, બળજબરીથી વસૂલી અને આતંકવાદીઓને નાણાંકીય સહાય સહિત આતંકવાદી કૃત્યોના 50થી વધુ કેસો નોંધાયેલા છે. મે-2022માં તેના વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. ભારતે 2023માં ડલ્લાને આતંકવાદી જાહેર કર્યો હતો. ત્યારબાદ ભારતે જુલાઈ-2023માં કેનેડાને વિનંતી કરી હતી કે, તેની ધરપકડ કરવામાં આવે. કેનેડા સરકારે આ વિનંતી સ્વિકારી પણ લીધી હતી. આ મામલે વધુ માહિતી પણ આપવામાં આવી હતી. ભારતીય એજન્સી ડલ્લાનું પ્રત્યાર્પણ કરવા માટેની પ્રક્રિયા પર આગળ વધશે