Get The App

પાકિસ્તાન ભારત આવી વર્લ્ડ કપ રમવા રાજી, ICC સામે શરત મૂકી પોતાના જ પગે મારી કુહાડી

ICC અધિકારીઓ પાકિસ્તાનમાં : ભારતમાં યોજાનાર મોટી ટુર્નામેન્ટમાં તમામ ટીમો ભાગ લે તેવા ICCના ભરપૂર પ્રયાસ

સૂત્રો અનુસાર PCB વર્લ્ડ કપ મેચો કોલકાતા-ચેન્નાઈ-બેંગલુરુમાં રમવા ઈચ્છે છે, અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નહીં

Updated: Jun 7th, 2023


Google NewsGoogle News
પાકિસ્તાન ભારત આવી વર્લ્ડ કપ રમવા રાજી, ICC સામે શરત મૂકી પોતાના જ પગે મારી કુહાડી 1 - image

નવી દિલ્હી, તા.7 જૂન-2023, બુધવાર

ભારતમાં આ વર્ષના અંતમાં યોજાનાર ICC વન-ડે વર્લ્ડ કપને લઈને પાકિસ્તાન સાથેના ઘણા ખટરાગ સામે આવ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટૂર્નામેન્ટમાં નહીં રમવાને લઈને વિવાદનો મધપૂડો ઉભો કર્યો છે, તો બીજી તરફ આ મામલાને શાંત પાડવા ICC પણ તમામ પ્રકારના પ્રયાસો સાથે ઉકેલ લાવવામાં લાગી છે. ICC તમામ ટીમો ભારત જઈને આ મોટી ટૂર્નામેન્ટમાં રમે, તેવા તમામ પ્રયાસો કરી રહી છે. દરમિયાન અહેવાલોનું માનીએ તો PCBએ હવે ICC સામે એવી શરત મૂકી છે, જેનાથી પાકિસ્તાન કોઈ અન્યને નહીં પણ પોતાનું જ નુકસાન કરશે.

ICC અધિકારીઓની ટીમ PCB પાસે પહોંચી

ICC વન-ડે વર્લ્ડ કપને લઈને છેલ્લા ઘણા મહિનાઓથી સતત સમાચારો સામે આવી રહ્યા છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ તરફથી ભારત આવી ટૂર્નામેન્ટ રમવાને લઈને અલગ-અલગ વાતો સાંભળવા મળી રહી છે. ICCના અધિકારીઓએ તાજેતરમાં લાહોરની મુલાકાત લઈ PCB પાસેથી ભારત જઈને વર્લ્ડ કપ રમવાનું આશ્વાસન મેળવ્યું.

BCCIના નિવેદન બાદ PCBમાં ધમાચકડી

BCCIએ ગત વર્ષે એશિયામાં પાકિસ્તાન જઈને રમવા અંગે નિવેદન આપ્યું હતું. જય શાહનું નિવેદન સામે આવ્યા બાદ પીસીબીમાં ધમાચકડી જોવા મળી રહી છે. ભારતે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે કે તે પાકિસ્તાનમાં કોઈ મેચ નહીં રમે. તો PCBએ પણ ભારતમાં યોજાનારા વર્લ્ડ કપનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી, જોકે ત્યાર બાદ આ ધમકીને પરત ખેંચી લીધી હતી.

PCBએ મુકી આ શરત

ICC અધ્યક્ષ ગ્રેગ બાર્કલેની પાકિસ્તાન મુલાકાત દરમિયાન ઘણી મહત્વપૂર્ણ બાબતો પર ચર્ચા થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર PCB તેની વર્લ્ડ કપ મેચો કોલકાતા, ચેન્નાઈ અને બેંગલુરુમાં રમવા ઈચ્છે છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત સાથે રમાવાની મેચને લઈને આશંકા વ્યક્ત કરી છે.

પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં વર્લ્ડ કપ રમવા માંગતી નથી

PCB સૂત્રોનું માનીએ તો નજમ સેઠીએ ICCના અધિકારીઓ બાર્કલે અને એલાર્ડાઈસને જણાવ્યું છે કે, જો મેચ નોકઆઉટ અથવા ફાઈનલ જેવી ન હોય તો પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં વર્લ્ડ કપ રમવા માંગતી નથી. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં રમવાનો ઈનકાર કરીને PCBએ પોતાના પગમાં કુહાળી મારી લીધી છે. કોઈપણ ટીમ આ ભવ્ય સ્ટેડિયમમાં રમવાનો અનુભવ ગુમાવવા માંગતી નથી.


Google NewsGoogle News