IND vs AUS : મેક્સવેલની ધમાકેદાર બેટીંગ, ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાની જીત, ભારતની 5 વિકેટે હાર
ભારતનો સ્કોર : 20 ઓવરમાં 222/3, ગાયકવાડની સદી, રવિ બિશ્નોઈની 2 વિકેટ
ઓસ્ટ્રેલિયાનો સ્કોર : 20 ઓવરમાં 225/5, મેક્સવેલની સદી, પ્રસિદ્ધ ક્રિષ્નાએ 4 ઓવરમાં આપ્યા 68 રન
ગુવાહાટી, તા.28 નવેમ્બર-2023, મંગળવાર
India vs Australia 3rd T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 5 T20 સિરિઝની ત્રીજી મેચમાં ભારતનો પરાજય થયો છે. ભારતે મોટો સ્કોર ખડકવા છતાં ગ્લેન મેક્સવેલ (Glenn Maxwell)ની બેટીંગે ધમાલ મચાવી ઓસ્ટ્રેલિયાને વિજય અપાવ્યો છે. આજની મેચમાં ભારત તરફથી ઋતુરાજ ગાયકવાડે (Ruturaj Gaikwad) ધમાકેદાર બેટીંગ કરી હતી, તો ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટેક બેટ્સમેને ગ્લેન મેક્સવેલે ફરી સૌને ચોકાવી દઈ વિજય અપાવ્યો છે. આજની મેચમાં ભારતે 20 ઓવરમાં 3 વિકેટે 222 રન નોંધાવ્યા હતા, જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 225 રન ફટકારી જીત મેળવી છે.
મેક્સવેલના 48 બોલમાં 104 રન
ઓસ્ટ્રેલિયા તરફથી મેક્સવેલે ફરી ધમાકેદાર બેટીંગ કરી છે. આજની મેચમાં મેક્સવેલે 48 બોલમાં 8 ફોર અને 8 સિક્સ સાથે 104 રન ફટકાર્યા છે, જ્યારે ટ્રેવીસ હેડે 18 બોલમાં 35 રન, મેથ્યુ વાડેએ 16 બોલમાં 23 રન નોંધાવ્યા છે. બોલીંગની વાત કરીએ તો ઓસી. તરફથી કેન રિચર્ડસન, જેસોન બેહરેન્દોર અને એરોન હાર્ડીએ 1-1 વિકેટ ઝડપી હતી.
ઋતુરાજ ગાયકવાડના 57 બોલમાં 123 રન
ભારત તરફથી એકમાત્ર ઋતુરાજ ગાયકવાડે વિસ્ફોટ બેટીંગ કરી ભારતનો મજબુત સ્કોર ઉભો કર્યો હતો, જોકે તેની મહેનત એડે ગઈ હતી. ગાયકવાડે 123 બોલમાં 13 ફોર અને 7 છગ્ગા સાથે 123 રન નોંધાવ્યા હતા, જ્યારે સૂર્યકુમાર યાદવે 29 બોલમાં 39 રન અને તિલક વર્માએ 24 બોલમાં 31 રન નોંધાવ્યા હતા. બોલિંગની વાત કરીએ તો રવિ બિશ્નોઈએ 2 વિકેટ જ્યારે અર્શદીપ સિંહ, અવેશ ખાન અને અક્ષર પટેલે 1-1 વિકેટ ઝડપી હતી.
પ્રસિદ્ધ ક્રિષ્નાની ખર્ચાળ બોલિંગ
ભારત તરફથી બોલ પ્રસિદ્ધ ક્રિષ્નાએ સૌથી વધુ રન આપ્યા હતા. ક્રિષ્નાએ 4 ઓવરમાં 17ની ઈકોનોમીથી 68 રન આપી બેઠો હતો, જ્યારે અર્શદીપ સિંહે 4 ઓવરમાં 44 રન, અવેશ ખાન અને અક્ષર પટેલે 4-4 ઓવરમાં 37-37 રન તેમજ રવિ બિશ્નોઈ 4 ઓવરમાં 32 રન આપ્યા હતા.
ગ્લેન મેક્સવેલે 1 ઓવરમાં 30 રન આપ્યા
આજની મેચમાં ગ્લેન મેક્સવેલે 1 ઓવરમાં નાખી હતી, જેમાં તે 30 રન આપી બેઠો હતો, તેની ઓવરમાં 3 સિક્સ અને 2 ફોર 1 વાઈડ બોલ અને 1 નોબોલ નોંધાયો હતો, જ્યારે એરોન હાર્ડીએ 4 ઓવરમાં 1 વિકેટ ઝડપી 64 રન આપ્યા હતા.