Get The App

ભારત-અમેરિકાની મિત્રતા વધુ ગાઢ બની, રાજનાથ સિંહે વોશિંગ્ટનમાં આ બે મહત્વના કરાર પર કર્યા હસ્તાક્ષર

Updated: Aug 23rd, 2024


Google NewsGoogle News
Rajnath Singh


India-America Sign Two Important Agreements: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહેની વોશિંગ્ટનની સત્તાવાર મુલાકાત દરમિયાન ભારત અને અમેરિકાએ બે મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રાજનાથ સિંહ બંને દેશો વચ્ચે વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે યુએસની મુલાકાતે છે. હસ્તાક્ષર કરાયેલા કરાર સપ્લાય ઓફ સિક્યોરિટી એરેન્જમેન્ટ્સ (SOSA) અને લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગેના એમઓયુને લગતા છે.

વોશિંગ્ટનમાં બે મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા

સંરક્ષણ મંત્રાલયે આજે (23 ઑગસ્ટ) પોતાના સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર કાર્યક્રમના ફોટોની પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'સંરક્ષણ મંત્રી અમેરિકાના પ્રવાસ દરમિયાન વોશિંગ્ટનમાં બે મહત્ત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા છે. બંને દેશોના વરિષ્ઠ સુરક્ષા અધિકારીઓએ SOSA અને લાયઝન ઓફિસર્સની નિમણૂક અંગેના એમઓયુ પર હસ્તાક્ષર કર્યા.' 

આ પણ વાંચો : ધો.10 અને 12 માટે જુદાં-જુદાં શિક્ષણ બોર્ડ અંગે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને આપી સલાહ, જાણો શું કહ્યું

અમેરિકા અને ભારત વચ્ચે સુરક્ષાને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ કરાર કરાયો

રાજનાથ સિંહ ગુરુવારે (22 ઑગસ્ટ) ચાર દિવસના અમેરિકાના પ્રવાસે પહોંચ્યાં છે, ત્યારે અમેરિકાના સંરક્ષણ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'SOSA કરાર આધારે અમેરિકા અને ભારત, રાષ્ટ્રીય સુરક્ષાને પ્રોત્સાહન આપતા માલસામાન અને સેવાઓ માટે પરસ્પર પ્રાથમિકતા સહાય પૂરી પાડવા માટે સંમત થાય છે. આ હેઠળ, બંને દેશો રાષ્ટ્રીય સુરક્ષા જરૂરિયાતોને પહોંચી વળવા માટે અણધારી સપ્લાય ચેઇન વિક્ષેપોને ઉકેલવા માટે એકબીજા પાસેથી જરૂરી ઔદ્યોગિક સંસાધનો મેળવી શકશે.'

અમેરિકા-ભારત વચ્ચે પ્રમુખ સુરક્ષા સંબંધોમાં મહત્ત્વપૂર્ણ કડી દર્શાવશે

SOSA પર યુએસ વતી સંરક્ષણ વિભાગના મુખ્ય નાયબ સહાયક સચિવ ડૉ. વિક રામદાસ અને સંરક્ષણ મંત્રાલય વતી અધિક સચિવ અને મહાનિર્દેશક (એક્વિઝિશન) સમીર કુમાર સિંહાએ હસ્તાક્ષર કર્યા હતા. રામદાસે કહ્યું કે, 'આ કરાર અમેરિકા-ભારત વચ્ચે પ્રમુખ સુરક્ષા સંબંધોમાં મહત્ત્વપૂર્ણ કડી દર્શાવશે અને અમેરિકા-ઈન્ડિયા ડિફેન્સ ટેક્નોલોજી અને ટ્રેડ ઈનિશિએટિવને (ડીટીટીઆઈ) મજબૂત કરવા માટે આ એક મહત્વપૂર્ણ પરિબળ હશે.'

ભારત-અમેરિકાની મિત્રતા વધુ ગાઢ બની, રાજનાથ સિંહે વોશિંગ્ટનમાં આ બે મહત્વના કરાર પર કર્યા હસ્તાક્ષર 2 - image


Google NewsGoogle News