ભારત-અમેરિકા વચ્ચે વધતા સંરક્ષણ સંબંધો : શત્રુઓ ગભરાયા : બ્લિનકેન ઑ સ્ટીન આજે દિલ્હીમાં
- બંને દેશોનાં વિદેશ મંત્રીઓ અને સંરક્ષણ મંત્રીઓ ચર્ચા કરશે, તે 2+2 બેઠકમાં સંબંધો મજબૂત કરાશે : આથી પાક. ચીન મૂંઝાયાં છે
નવી દિલ્હી : અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિન્કેન અને સંરક્ષણ મંત્રી લોઇડ ઓફ્ટિન, કાલે (શુક્રવારે) દિલ્હી પહોંચશે. તેઓ વિદેશ મંત્રી એસ. જયશંકર અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે ટ્રુ-પ્લસ-ટુ મંત્રણા યોજશે. જેમાં બંને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો અને વિદેશનીતિ સંબંધો વધુ મજબૂત કરવા વિચારણા કરાશે. આ મંત્રણાને ટુ-પ્લસ-ટુ તેવું નામ અપાયું છે. વિશેષજ્ઞાો આ વિષે કહે છે કે વાસ્તવમાં અત્યારે જ બંને દેશોના સંબંધો યોગ્ય રીતે આગળ વધી રહ્યા છે, તેમાં પ્રવેગ આપવા આ મંત્રણાઓ યોજાવાની છે.
વિશેષજ્ઞાો તે વિષે તેમ પણ કહે છે કે સહજ છે કે આથી ચીન અને પાકિસ્તાન ચિંતાગ્રસ્ત બની રહ્યાં છે. અમેરિકા હવે ભારતનું સ્ટ્રેટેજિક પાર્ટનર બની રહ્યું છે. તેવામાં બંને દેશોના સંબંધોમાં સતત ઊંડાણ અને મજબૂતી દેખાઈ રહી છે. અમેરિકાના પ્રમુખ જો બાયડેન, અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બંને દેશોના સંબંધો મજબૂત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
અમેરિકાના એક પૂર્વ વરિષ્ટ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ મંત્રણા દરમિયાન વિદેશ સંબંધો અંગે તો રણનીતિક મંત્રણા થશે જ, પરંતુ સંરક્ષણ સાધનોનાં નવાં નવાં ઉત્પાદનો વિષે પણ ચર્ચા કરાશે. આ સાધનો ભારતમાં બનાવવા વિષે પણ ચર્ચા થશે.
તે પૂર્વ અધિકારી જોસેફ એચ.ફેલ્ટરે કહ્યું હતું કે, ૨૦૦૮માં તો ભારત અમેરિકા વચ્ચે સંરક્ષણ વ્યાપાર શૂન્ય હતો. પરંતુ ૨૦૧૬માં જ તે વધીને ૨૦ અબજ ડોલરનો આંક પાર કરી ગયો છે. આમ ભારત-અમેરિકા સંરક્ષણ સંબંધો યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે. આ સંબંધોને કેટલું મહત્ત્વ અપાઈ રહ્યું છે. તે તો એન્ટની બ્લિંકેન અને લૉઇડ ઓસ્ટિનની ભારતની મુલાકાત ઉપરથી જાણી શકાય છે.