અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર સહિત અમેરિકામાં છૂપાયેલા 10 ભારતીય ગેંગસ્ટર્સ રડારમાં, યાદી તૈયાર કરાઈ
10 Most Wanted Gangsters: ભારતીય સુરક્ષા એજન્સીઓ ટુંક સમયમાં જ અમેરિકામાં રહેતા 10 મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર્સની યાદી અમેરિકન સુરક્ષા એજન્સીઓને સોંપી શકે છે. સૂત્રોના અનુસાર, આ યાદીમાં ગોલ્ડી બ્રાર, અનમોલ બિશ્નોઈ સહિત અન્ય ગેંગસ્ટર્સના નામ સામેલ છે.
જો કે, ગત વર્ષ ભારત અને અમેરિકા વચ્ચે થયેલા ગુનાહિત મામલાઓમાં સહયોગ સમજૂતી હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમજૂતી હેઠળ બંને દેશ એક-બીજાના અહીં છૂપાયેલા ગુનેગારો પર ગાળિયો કસવા અને તેમની માહિતી આપ-લે કરવા માટે પ્રતિબદ્ધ છે.
ઉચ્ચ-સ્તરીય બેઠકો બાદ લેવાયો નિર્ણય
ગત એક વર્ષમાં ભારત અને અમેરિકાના વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે આ મુદ્દે અનેક મહત્ત્વની બેઠકો થઈ ચૂકી છે. બંને દેશોની સુરક્ષા અધિકારીઓ વચ્ચે આ સહમતી બની હતી કે ગુનેગારો વિરૂદ્ધ સંયુક્ત કાર્યવાહી કરવામાં આવશે, જે હેઠળ હવે ભારતીય એજન્સીઓ માહિતી સોંપવાની પ્રક્રિયાને અંતિમ રૂપ આપી રહી છે.
વડાપ્રધાન મોદીના પ્રવાસ સાથે કોઈ લેવાદેવા નથી
આ મામલો ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકન પ્રવાસ દરમિયાન ચર્ચામાં આવ્યો છે, પરંતુ સૂત્રોનું કહેવું છે કે, આ યાદી જાહેર કરવા સાથે વડાપ્રધાન મોદીના પ્રવાસને કોઈ સીધો સંબંધ નથી. આ કાર્યવાહી ભારત અને અમેરિકા વચ્ચે પહેલાથી જ એકબીજાની સહમતીનો ભાગ છે, જેને હવે લાગૂ કરાઈ રહી છે.
આગળની પ્રક્રિયા
અમેરિકન સુરક્ષા એજન્સીઓની યાદીમાં સામેલ ગેંગસ્ટર્સની તપાસ કરશે. ગુનેગારોના પ્રત્યાર્પણને લઈને આગળની કાયદાકીય પ્રક્રિયા શરૂ થશે. બંને દેશ સંયુક્ત રીતે આ ગુનેગારો પર ગાળિયો કસવાની રણનીતિ બનાવશે. ભારત અને અમેરિકા વચ્ચે ગુનેગાર અને સુરક્ષા સહયોગને વધુ મજબૂત કરવા માટે આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. આવનારા દિવસોમાં આ કાર્યવાહીને લઈને વધુ મોટા નિર્ણય લેવાઈ શકે છે.
જણાવી દઈએ કે, આ પગલાં પાછળ ભારત-અમેરિકા વચ્ચે એક કરાર થયો છે, જે હેઠળ બંને દેશોમાં છૂપાયેલા ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ગોલ્ડી બ્રાર અને અનમોલ બિશ્નોઈ જેવા ખતરનાક ગેંગસ્ટર્સના નામ આ યાદીમાં સામેલ છે. બંને દેશ મળીને આ ગુનેગારોના પ્રત્યાર્પણ અને કાર્યવાહીની રણનીતિ તૈયાર કરી રહ્યા છે.