ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે UAE: અબુ ધાબીના 'યુવરાજ'ની ભારત યાત્રામાં મોટી જાહેરાત
India And UAE : અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન હાલ ભારતની મુલાકાતે છે. આ દરમિયાન તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મહત્વની ચર્ચા-વિચારણા કરવાની સાથે ચાર મહત્વના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ સમજૂતી કરાર ઉપરાંત અબુધાબી અને ગુજરાત સરકાર વચ્ચે ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવવા પર પણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કવામાં આવ્યા છે.
ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવાશે
બંને દિગ્ગજ નેતાઓ વચ્ચે થયેલા હસ્તાક્ષરોમાં અબુધાબી નેશનલ ઑઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) વચ્ચે લાંબા ગાળા માટે એલએનજી પુરવઠોનો સમજૂતી કરાર તેમજ એનડીએનઓસી અને ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) વચ્ચેનો કરાર સામેલ છે. આ ઉપરાંત ગુજરાત સરકાર અને અબુધાબી ડેવલપમેન્ટ હોલ્ડિંગ કંપની PJSC વચ્ચે પણ ગુજરાતમાં ફૂડ પાર્ક (Food Park In Gujarat) બનાવવા અંગે સહમતી સધાવાની સાથે કરાર કરવામાં આવ્યો છે.
પરમાણુ પાવર પ્લાન્ટ અંગે પણ કરાર
વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ અમીરાત પરમાણુ પાવર કંપની (ENEC) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે પણ બારાકાહ પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન તેમજ મેઈન્ટેન્સ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જ્યારે ચોથા સમજૂતી કરાર હેઠળ એનર્જી ઈન્ડિયા અને ADNOC વચ્ચે અબુ ધાબી ઓનશોર બ્લોક-વન માટે ઉત્પાદન કન્સેશન કરાર કરવામાં આવ્યો છે.
ભારત અને યુએઈ વચ્ચે થયેલા પાંચ સમજૂતી કરારની યાદી
- ADNOC અને IOCL વચ્ચે લાંબા ગાળા માટે એલએનજી પુરવઠો પૂરો પાડવા માટેનો સમજૂતી કરાર
- ADNOC અને ISPRL વચ્ચે કરાર
- ENEC અને NPCIL વચ્ચે પણ બારાકાહ પરમાણુ પાવર પ્લાન્ટના સંચાલન તેમજ મેઈન્ટેન્સ માટે સમજૂતી કરાર
- એનર્જી ઈન્ડિયા અને ADNOC વચ્ચે અબુ ધાબી ઓનશોર બ્લોક-વન માટે ઉત્પાદન કન્સેશનનો કરાર
- ગુજરાત સરકાર અને PJSC વચ્ચે ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવવા માટેનો કરાર
અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ પ્રથમવાર ભારતની મુલાકાતે
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટ કરી છે તેમાં લખ્યું છે, ‘એક નજીકના મિત્રનું ઉષ્માભર્યું સ્વાગત. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાનનું હૈદરાબાદ હાઉસમાં સ્વાગત કર્યું.’ ઉલ્લેખનીય છે કે, અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલિદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન (Abu Dhabi Crown Prince Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan) સત્તાવાર રીતે ભારતની મુલાકાતે આવ્યા છે. ક્રાઉન પ્રિન્સ તરીકે આ તેમની આ પહેલી ભારત મુલાકાત છે. ક્રાઉન પ્રિન્સ સાથે UAE સરકારના અનેક મંત્રીઓ અને એક વ્યાપાર પ્રતિનિધિમંડળ પણ આવ્યું છે.
A warm welcome for a close friend.
— Randhir Jaiswal (@MEAIndia) September 9, 2024
PM @narendramodi received HH Sheikh Khaled bin Mohamed bin Zayed Al Nahyan, Crown Prince of Abu Dhabi at Hyderabad House.
Discussions on entire spectrum of 🇮🇳-🇦🇪 bilateral relations and future areas of cooperation lie ahead. pic.twitter.com/eYvS8Z2BzH