Railway Super App: ટિકિટ બુકિંગથી લઈને રનિંગ સ્ટેટસ સુધીના તમામ કામ પળવારમાં થઈ જશે
Image: Freepik
Indian Railway APP : સામાન્ય રીતે, લોકો ટિકિટ બુક કરાવવાથી લઈને PNR ચેક કરવા માટે IRCTC એપની મદદ લે છે. ટ્રેન સંબંધિત તમામ માહિતી માટે ઘણી એપ્સ અને વેબસાઇટ્સ ઉપલબ્ધ છે. જો કે, ઘણી વખત લોકોને એક એપથી બીજી એપ પર ભટકવું પડે છે. ભારતીય રેલ્વે ટૂંક સમયમાં એક સુપર એપ લોન્ચ કરવા જઈ રહી છે. આ એપના ફીચર્સ IRCTCને ટક્કર આપતા જોવા મળશે.
રેલ્વે મંત્રીએ જાહેરાત કરી
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ વાતનો ખુલાસો કર્યો છે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, રેલ્વે ટૂંક સમયમાં એક નવી એપ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. રેલવે સંબંધિત તમામ સેવાઓ આ એપ પર ઉપલબ્ધ રહેશે. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરો માટે આ એપનો ઉપયોગ ખૂબ જ સારો રહેશે.
સુપર એપની વિશેષતાઓ
ટ્રેનની ટિકિટ બુક કરાવવાથી લઈને PNR સ્ટેટસ ચેક કરવા સુધીનું મોટાભાગનું કામ IRCTC એપ પર થાય છે પરંતુ સુપર એપ આવ્યા બાદ લોકોની અન્ય એપ પરની નિર્ભરતા ઘટી જશે. આ એપ પર તમે માત્ર ટિકિટ જ બુક કરી શકશો નહીં પરંતુ ટ્રેનનું PNR સ્ટેટસ, ટ્રેનનું લાઈવ લોકેશન અને રનિંગ સ્ટેટસ જેવી તમામ સુવિધાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે.
રેલવે સંબંધિત કાર્યો માટે અસંખ્ય એપ્સ અને વેબસાઇટ્સ ઉપલબ્ધ છે પરંતુ મોટાભાગે રેલવે પર IRCTCનો દબદબો જોવા મળે છે. જોકે, સુપર એપ લોન્ચ થયા બાદ IRCTCનું ટેન્શન વધી શકે છે. ખાસ કરીને સુપર એપનું મલ્ટીટાસ્કીંગ ફીચર IRCTC માટે મોટો પડકાર ઉભો કરી શકે છે.
આ પણ વાંચો: સુપ્રીમકોર્ટના બે સિનિયર જજોની બેન્ચો વચ્ચે બબાલ! CJIએ કરવી પડી દખલ, જાણો મામલો