ભારત અમેરિકા પાસેથી 31 'હંટર કીલર' ડ્રોન વિમાનો ખરીદશે : નવે. કે ડીસે.માં આ સોદો પાક્કો થઈ જશે
- આ MQ 9-B પ્રકારનાં 'હંટર-કીલર' ડ્રોન 40,000 ફીટ જેટલી ઉંચાઈએ પહોંચી શકે તેમ છે : તેમાં બહુવિધ શસ્ત્રો હશે
નવી દિલ્હી : ચીન અને પાકિસ્તાન તેમનાં ડ્રોન વિમાનોની સ્કવોડ્રન્સ વધારી રહ્યાં છે ત્યારે ભારતે પણ અમેરિકા પાસેથી એમ-ક્યુ-૯બી પ્રકારનાં ૩૧ 'હંટર-કીલર' ડ્રોન વિમાનો ખરીદવા નિર્ણય કર્યો છે. તે અંગે નવેમ્બર કે ડીસેમ્બર ૨૦૨૪માં જ ફાયનલ થઈ જશે.
આ માહિતી આપતાં સંરક્ષણ મંત્રાલયનાં સાધનો જણાવે છે કે આ માટેની ટેકનો-કોમર્શિયલ મંત્રણા આવે છે તે વિમાનો ૪૦,૦૦૦ ફીટ જેટલી ઉંચાઈએ પહોંચી જઈ શકે તેમ છે. આ ૩૧ વિમાનો પૈકી ૧૫ 'સી-ગાર્ડીયન વિમાનો નેવી માટે છે, ૮ સ્કાઈ ગાર્ડીયન્સ આર્મી માટે છે અને ૮ સ્કાઈ ગાર્ડીયન્સ એરફોર્સ માટે ખરીદવામાં આવશે.'
ભારત સરકારને આ નિર્ણય એટલા માટે લેવો પડયો છે કે, ચીન પાકિસ્તાનને તેના સશસ્ત્ર તેમાં કાઈ-હોંગ-૪ અને વીંગ-લૂંગ-૨ પ્રકારનાં વધુ ડ્રોન વિમાનો આપવાનું છે.
સંરક્ષણ મંત્રાલયની યાદી વધુમાં જણાવે છે કે, MQ 9-B રીપર કે પ્રીડેટર-બી પ્રકારના ડ્રોન વિમાનો ૪૦,૦૦૦ ફીટની ઉંચાઈ સુધી પહોંચી શકે તેમ છે. તેમાં હેલ-ફાયર એર-ટુ-ગ્રાઉન્ડ મિસાઇલ્સ તથા ચોક્કસ નીશાન પાડી શકે તેમાં 'સ્માર્ટ-બોમ્બ' રહેશે. આ ડ્રોન વિમાનો ચીનમાં સશસ્ત્ર ડ્રોન વિમાનો કરતાં વધુ આધુનિક છે.
તાજેતરમાં જ ભારતે લીઝ ઉપર લીધેલા બે એમ.ક્યુ.-૯મ્ ડ્રોને તેની ઉપયોગિતા સિદ્ધ કરી આપી છે. તેમજ બે વિમાનો - ગાર્ડીયન-ડ્રોન્સ- અમેરિકાની 'જનરલ એટમિક્સ કંપની' પાસેથી પણ ભાડાપટ્ટે (લીઝ) ઉપર લીધા છે. આ વિમાનોએ સમુદ્ર ઉપર તેમજ ચીન સાથેની ૩,૪૮૮ કી.મી.ની એકચ્યુઅલ લાઇન ઓફ કંટ્રોલ ઉપર ઉડાન ભરી તેની ક્ષમતા તથા જાસૂસી ક્ષમતા પણ સિદ્ધ કરી આપી છે.
અમેરિકાએ આ સશશ્ત્ર MQ 9-B ડ્રોન્સ તેના સંબંધેના સાધનો જેમાં ૧૭૦ હેલફાયર મિસાઇલ્સ, ૩૧૦ GBU-39B પ્રકારનાં પ્રિસીશન ગાઇડેડ બોમ્બ, નેવીગેશન સીસ્ટમ્સ, સેન્સર-સ્યુટસ અને મોબાઈલ ગ્રાઉન્ડ કન્ટ્રોલ સીસ્ટીમ્સ ૩.૯ બિલિયન ડોલર્સ (રૃા. ૩૩,૫૦૦ કરોડ)ની કિંમતે વેચવા તૈયારી દર્શાવી છે.
ટેકનીશ્યનો સાથેનું ભારતીય પ્રતિનિધિ મંડળ આ કિંમત ઘટાડવા પ્રયત્નો કરી રહ્યું છે.
ઉલ્લેખનીય તે છે કે આ સોદો પાકો થઈ જશે પછી ભારત અને જનરલ એટમિક્સ સાથે થયેલા કરારો પ્રમાણે 'જનરલ એટમિક્સ' તે વિમાનોના કેટલાક ભાગ ભારતીય કંપનીઓ પાસેથી પણ ખરીદશે. તેઓ ભારતમાં જ ગ્લોબલ મેઇન્ટેનન્સ રીપેર અને ઓવર ઓલ ફેસીલીટી અહીં જ કરશે પછી તે વિમાનોનું બાંધકામ પણ ભારતમાં જ હાથ ધરાશે. આ કોન્ટ્રેક્ટ પ્રમાણે બે વર્ષમાં MQ-9B પ્રકારના ૧૦ ડ્રોન વિમાનો બે વર્ષમાં જ ભારતની સેનાઓને મળી જશે.