અમૃતકાળની શરૂઆતમાં જ 5 ટ્રિલિયન ડૉલરની હશે ભારતની GDP, સરકારે સંસદને આપી જાણકારી
મૈક્કોઈકોનોમિક સ્થિરતા અને મજબુત રૂપિયાના દમ પર ભારત 2047 સુધીમાં મોટી ઉપબલ્ધિ હાંસલ કરશે : નાણાં રાજ્યમંત્રી
ભારતની અર્થવ્યવસ્થા 2027-28માં 5 ટ્રિલિયન ડૉલરની થવા ઉપરાંત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે : IMF
નવી દિલ્હી, તા.04 નવેમ્બર-2023, સોમવાર
Parliament Session 2023 : હાલની અર્થવ્યવસ્થામાં ભારત હણફાળ ગતિએ આગળ વધ્યું રહ્યું છે, તો મોદી સરકારે આગામી 2047 સુધીમાં ભારતને વિકસીત અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્યાંક રાખ્યું છે. મોદી સરકારે કહ્યું કે, અમૃતકાળની શરૂઆતમાં જ ભારતની અર્થવ્યવ્થા 5 ટ્રિલિયન બનવામાં સફળતા હાંસલ કરશે. સરકારના જણાવ્યા મુજબ, મૈક્કોઈકોનોમિક સ્ટૈબિલિટી અને મજબુત રૂપિયાના દમ પર ભારત 2047 સુધીમાં આ મોટી ઉપબલ્ધિ હાસલ કરશે.
2047 સુધીમાં ભારત બનશે વિકસીત અર્થવ્યવસ્થા
લોકસભામાં પ્રશ્નકાળમાં નાણાંમંત્રીએ પ્રશ્ન કર્યો હતો કે, શું સરકાર 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થાના લક્ષ્ય સાથે આગળ વધશે ? આ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માટે એક્સચેન્જ રેટની શું ભૂમિકા હશે ? આ પ્રશ્નના લેખિત જવાબમાં નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરી (Pankaj Chaudhary)એ કહ્યું કે, સરકાર 2047 સુધી ભારતનો વિકસીત અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે, આ લક્ષ્ય હેઠળ ભારત અમૃતકાળની શરૂઆતમાં 5 ટ્રિલિયન ડૉલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે, મૈક્રોઈકોનોમિક સ્થિરતાના કારણે મજબૂત રૂપિયાની મદદથી ભારત આ માઈલસ્ટોન પ્રાપ્ત કરશે.
2027-28માં 5 ટ્રિલિયન ડૉલર ઈકોનોમી
નાણાં રાજ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, એક્સચેન્જ રેટની નજરઅંદાજ ન કરી શકાય, કારણ કે આનાથી જ વિશ્વમાં ભારતની જીડીપી આંકવામાં આવે છે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડના અનુમાન મુજબ, 2027-28માં ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન ડૉલરની થવા ઉપરાંત વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે, ભારત એક માર્કેટ ઈકોનોમી છે અને સરકાર માર્કેટ આધારિત જીડીપી અને એક્સચેન્જ રેટ દ્વારા આર્થિક પ્રગતિને મોનિટરીંગ કરે છે. તેમણે કહ્યું કે, સ્થાનિક અને ઈન્ટરનેશનલ માર્કેટ એવા મિકેનિઝમ છે, જે ભારતની જીડીપી, એક્સચેન્જ રેટ, જીડીપીમાં જુદા જુદા સેક્ટરોના યોગદાનને નિર્ધારિત કરે છે.