મોંઘી ખાંડ કડવી બની, 2023-24 સિઝનના પ્રથમ 3 મહિનામાં ખાંડનું ઉત્પાદન 7.7% ઘટ્યું
સૌથી વધુ ખાંડનું ઉત્પાદન કરતા 2 રાજ્યોમાં પણ પ્રોડક્શન ઘટ્યું
નવી દિલ્હી, તા.02 જાન્યુઆરી-2024, મંગળવાર
Sugar Price Hike : દેશમાં ખાંડના ઉત્પાદનમાં ભારે ઘટાડો નોંધાયો છે. 2023-24ની સિઝનના પ્રથમ 3 મહિનામાં ખાંડના ઉત્પાદન 7.7 ટકા સાથે 113 લાખ ટન નોંધાયું છે. મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં શેરડીનું ઉત્પાદન ઘટતા ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થયો છે.
ખાંડના મુખ્ય ઉત્પાદક મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉત્પાદન ઘટ્યું
નેશનલ ફેડરેશન ઓફ કોઑપરેટિવ સુગર ફેક્ટ્રીઝ (NFCSF)ના રિપોર્ટમાં જણાવ્યા મુજબ વર્તમાન સિઝનમાં ડિસેમ્બર-2023 સુધીમાં કુલ 511 ફેક્ટરીઓએ 1223 લાખ ટન શેરડીનું પિલાણ કર્યું છે. દેશના 3 મુખ્ય ખાંડ ઉત્પાદન રાજ્યો મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઉત્પાદન ઘટ્યું છે. સરકારે શેરડીના રસથી ઈથેનૉલ બનાવાનું મર્યાદિત કર્યું છે.
2023-24માં ખાંડનું ઉત્પાદન 305 લાખ ટન થવાની આશા
દેશમાં 2023-24ની સિઝનમાં ઘરેલું વપરાશ માટે ખાંડનું ઉત્પાદન 305 લાખ ટન થવાની આશા છે, જ્યારે ગત વર્ષ 2022-23ની સિઝનમાં 330.90 લાખ ટન નોંધાયું હતું. NFCSના ડેટા મુજબ દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રે 38.40 લાખ ખાંડનું ઉત્પાદન કર્યું છે, જ્યારે ગત વર્ષ 2022-23માં 47.40 લાખ ટન ઉત્પાદન થયું હતું.
ખાંડ ઉત્પાદન મામલે કર્ણાટક-ઉત્તર પ્રદેશની સ્થિતિ
રિપોર્ટ મુજબ કર્ણાટકમાં ખાંડનું ઉત્પાદન 24 લાખ ટન નોંધાયું છે, જ્યારે ગત વર્ષે 26.70 લાખ ટન ઉત્પાદન થયું હતું. ઉત્તર પ્રદેશમાં ડિસેમ્બર 2023 સુધીમાં 34.65 લાખ ટન, જ્યારે ગત વર્ષે 30.80 લાખ ટન ઉત્પાદન થયું હતું.
ઠંડી વધવાની સાથે ખાંડનું ઉત્પાદન પણ વધશે
રિપોર્ટ મુજબ ઠંડી વધવાની સાથે ખાંડનું ઉત્પાદન પણ વધશે. સિઝનના અંત સુધીમાં ઉત્તરપ્રદેશમાં 115 લાખ ટન, મહારાષ્ટ્રમાં 90 લાખ ટન, કર્ણાટકમાં 42 લાખ ટન, તમિલનાડુમાં 12 લાખ ટન અને ગુજરાતમાં 10 લાખ ટન પ્રોડક્શન થવાની ધારણા છે.