Get The App

ભારતે પહેલીવાર સબમરીનથી સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઈલનું સિક્રેટ સફળ પરીક્ષણ કર્યું

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
ભારતે પહેલીવાર સબમરીનથી સમુદ્રમાં પરમાણુ બેલેસ્ટિક મિસાઈલનું સિક્રેટ સફળ પરીક્ષણ કર્યું 1 - image


Image Source: Twitter

India Tests k-4 SLBM: ઈન્ડિયન નેવીએ પોતાની ન્યુક્લિયર પાવર્ડ સબમરીન INS Arighaat પહેલીવાર K-4 SLBMનું સફળ પરીક્ષણ કર્યું છે. એટોમિક હથિયાર લઈ જનારી આ મિસાઈલની રેન્જ 3500 કિલોમીટર છે. આ મિસાઈલની ખાસિયત એ છે કે તે દેશને સેકેન્ડ સ્ટ્રાઈકની ક્ષમતા પ્રદાન કરે છે. એટલે કે દેશના ન્યુક્લિયર ટ્રાયડને એ તાકાત મળી જાય છે કે, જો જમીન પર સ્થિતિ સારી ન હોય તો પાણીની અંદરથી સબમરીન હુમલો કરી શકે છે.

અગાઉ ભારતીય નૌકાદળ K-15નો ઉપયોગ કરી રહી હતી

K-4 SLBM એ એક ઈન્ટરમીડિયેટ રેન્જની સબમરીનથી લોન્ચ થનારી પરમાણુ બેલિસ્ટિક મિસાઈલ છે. તેને નેવીની અરિહંત ક્લાસ સબમરીનમાં લગાવવામાં આવી છે. આ અગાઉ ભારતીય નૌકાદળ K-15નો ઉપયોગ કરી રહી હતી. પરંતુ K-4 વધુ સારી, સચોટ, મેન્યૂવરેબલ અને સરળતાથી ઓપરેટ થનારી મિસાઈલ છે. 

આ પણ વાંચો: રાહુલની જેમ બંધારણની નકલ હાથમાં રાખી પ્રિયંકાએ લીધા સાંસદ પદના શપથ, વાયનાડથી ચૂંટાયા હતા

INS અરિહંત અને અરિઘાટ સબમરીનોમાં ચાર વર્ટિકલ લોન્ચિંગ સિસ્ટમ છે. જેના કારણે તે લોન્ચ થાય છે. આ મિસાઈલનું વજન 17 ટન છે અને તેની લંબાઈ 39 ફૂટ છે. તેનો વ્યાસ 4.3 મીટર છે. તે 2500 કિલો વજનના સ્ટ્રેટેજિક ન્યુક્લિયર હથિયાર લઈને ઉડાન ભરવામાં સક્ષમ છે. 

ઓપરેશનલ રેન્જ 4000 કિલોમીટર

બે સ્ટેજની આ મિસાઈલ સોલિડ રોકેટ મોટરથી ચાલે છે. આમાં પ્રોપેલેન્ટ પણ સોલિડ જ પડે છે. તેની ઓપરેશનલ રેન્જ 4000 કિલોમીટર છે. ભારતનો નિયમ છે કે તે પહેલા કોઈ પર પરમાણુ હુમલો નહીં કરશે. પરંતુ જો તેના પર આ હુમલો કરવામાં આવે તો તે છોડશે નહી. તેથી નૌકાદળમાં આવી મિસાઈલો હોવી ખૂબ જ જરૂરી છે.

આ પહેલા થયેલા આના અન્ય પરીક્ષણ

15 જાન્યુઆરી 2010ના રોજ વિશાખાપટ્ટનમના દરિયાકાંઠે પાણીના 160 ફૂટ અંદર પોન્ટૂન બનાવીને ત્યાંથી તેનું સફળ ડેવલપમેન્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું. 24 માર્ચ 2014ના રોજ અહીંથી જ અને એવી જ રીતે તકનીક સાથે પોન્ટૂનથી ફરીથી પ્રથમ સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ 7 માર્ચ 2016ના રોજ બીજું સફળ ટેસ્ટ લોન્ચ થયું. તેની ટ્રેજેક્ટિરી ડિપ્રેસ્ડ હતી. 2016માં INS અરિહંતથી 700 કિમીની રેન્જ માટે સફળ ટ્રાયલ લોન્ચ કરવામાં આવ્યું હતું. 

17 ડિસેમ્બર 2017ના રોજ પાણીની અંદર પોન્ટૂનથી લોન્ચિંગ થઈ હતી પરંતુ તે અસફળ રહ્યું હતું. ત્યારબાદ 19 જાન્યુઆરી 2020 ના રોજ પણ પોન્ટૂનથી જ 3500 કિમીની રેન્જ માટે પાંચમી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. 2020માં છઠ્ઠી વખત સફળ ટેસ્ટ લોન્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આ પરીક્ષણ કરવામાં આવ્યું છે.


Google NewsGoogle News