ભારતે હાઇપરસોનિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ, ચીન-પાકિસ્તાન બેચેન
India Successfully Tests Long Range Hypersonic Missile: DRDO એ 16 નવેમ્બર 2024 ના રોજ ઓડિશાના દરિયા કિનારે ડૉ એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી તેની લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જેની જાણકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહ દ્વારા આપવામાં આવી હતી.
1500 કિમીથી વધુની રેન્જ ધરાવે છે
આ હાઇપરસોનિક મિસાઇલને ભારતીય સશસ્ત્ર દળોની તમામ સેવાઓ માટે 1500 કિમીથી વધુની રેન્જમાં વિવિધ પેલોડ વહન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. મિસાઇલને વિવિધ ડોમેન્સમાં તૈનાત વિવિધ રેન્જ સિસ્ટમ્સ દ્વારા ટ્રેક કરવામાં આવી હતી.
સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે આ મિસાઈલ
આ મિસાઈલને ડો. એપીજે અબ્દુલ કલામ મિસાઈલ કોમ્પ્લેક્સ, હૈદરાબાદની લેબ અને અન્ય વિવિધ DRDO લેબ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. DRDO અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વિજ્ઞાનીઓની હાજરીમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. DRDO દ્વારા આ અભૂતપૂર્વ સિદ્ધિ અદ્યતન હાઇપરસોનિક મિસાઇલ ટેક્નોલોજી ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. આ મિસાઇલ ભારતની વધતી જતી આત્મનિર્ભરતા અને 'મેક ઇન ઇન્ડિયા' પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
હાઈપરસોનિક મિસાઈલ કેવી રીતે કામ કરે છે?
હાઇપરસોનિક મિસાઇલો ઉપરના વાતાવરણમાં ધ્વનિની ગતિ કરતાં પાંચ ગણી વધુ ઝડપે મુસાફરી કરે છે. આ રીતે તે લગભગ 6,200 કિમી પ્રતિ કલાક (3,850 mph)ની ઝડપ ધરાવે છે. તે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ કરતાં ધીમી છે. જો કે, હાઈપરસોનિક ગ્લાઈડ વાહનનો આકાર તેને લક્ષ્ય તરફ આગળ વધવા દે છે.
જાણો આ મિસાઈલની વિશેષતા
હાઈપરસોનિક મિસાઈલની વિશેષતા એ છે કે તે 5 મેક એટલે કે 6174 કિમી/કલાકથી વધુ ઝડપે મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલનું સફળ પરીક્ષણ અત્યાધુનિક સૈન્ય ટેક્નોલોજી, તેની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવામાં ભારતની વધતી જતી ક્ષમતાઓને દર્શાવે છે.
આ મિસાઈલમાં ફ્રેક્શનલ ઓર્બિટલ બોમ્બાર્ડમેન્ટ સિસ્ટમ (એફઓબીએસ) છે - રિએક્શન ટાઈમ અને પરંપરાગત સંરક્ષણ પ્રણાલીઓ સાથે આ મિસાઈલ દુશ્મનો પર ભારે પડશે.