Get The App

ભારતના સમુદ્રમાં રશિયાનું બ્લેકહોલ પ્રવેશ્યું, સાયલન્ટ કિલરને જોતાં ચીન-પાકિસ્તાનના હોશ ઉડી ગયાં

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News
Russian UFA Submarine


Russian UFA Reached Kochi: ભારતના સમુદ્રમાં રશિયન સબમરિન પ્રવેશતાં જ ચીન અને પાકિસ્તાન ભયભીત બન્યું છે. સોમવારે કોચીના દરિયા કિનારે રશિયન સબમરિન UFA નું ભારતીય નૌસેનાએ ઉમેળકાભેર સ્વાગત કર્યું હતું, રશિયાના કેટલાક સૈનિકો પણ હાજર રહ્યા હતા. ઉફા (UFA) ભારતમાં આવતાં બંને દેશો વચ્ચે મજબૂત સમુદ્રી ભાગીદારી દર્શાવે છે.



સોશિયલ મીડિયા X પર પોસ્ટ શેર કરતાં પીઆરઓ ડિફેન્સ કોચીએ જણાવ્યું હતું કે, રશિયન સબમરિન UFA કોચીમાં. ઈન્ડિયન નેવીએ ઉમેળકાભેર સ્વાગત કર્યું. રશિયન રાજદ્વારીએ આ અંગે જણાવ્યું હતું કે, 21 ઓક્ટોબરે રશિયન નૌસેનાએ પેસેફિક મહાસાગરમાં તૈનાત જહાજોની એક ટુકડી જેમાં ડિઝલ-ઈલેક્ટ્રિક સબમરિન UFA અને બચાવ ટગ અલાટાઉ સામેલ છે, તે કોચી પોર્ટ પર પહોંચી હતી.

આ પણ વાંચોઃ સુપ્રીમ કોર્ટે ફરી હિન્દુત્વ શબ્દ બદલવાનો કર્યો ઈનકાર? જાણો સમગ્ર મામલો

UFA સબમરિનની રચના હાલમાં જ રશિયા દ્વારા કરવામાં આવી છે. આ સબમરિનને પેસેફિક સાગરમાં તૈનાત કરવામાં આવી છે. હુમલાખોર સબમરિન પૈકી એક UFA બ્લેક હોલ તરીકે ઓળખાય છે. ઉન્ન ક્ષમતાઓ ધરાવતી આ સબમરિન પોતાના વિરોધીની તુલનાએ વધુ શાંત અને ઘાતક છે. જે શાંત સ્થિતિમાં આક્રમક હુમલો કરવા સક્ષમ છે.

ભારતના સમુદ્રમાં રશિયાનું બ્લેકહોલ પ્રવેશ્યું, સાયલન્ટ કિલરને જોતાં ચીન-પાકિસ્તાનના હોશ ઉડી ગયાં 2 - image


Google NewsGoogle News