Get The App

દેશના 161 જળાશયોમાં 42% પાણી, એક સપ્તાહમાં 3% પાણી ઘટ્યું, જુઓ ગુજરાત સહિત તમામ રાજ્યોની સ્થિતિ

Updated: Mar 30th, 2025

GS TEAM


Google News
Google News
દેશના 161 જળાશયોમાં 42% પાણી, એક સપ્તાહમાં 3% પાણી ઘટ્યું, જુઓ ગુજરાત સહિત તમામ રાજ્યોની સ્થિતિ 1 - image


India Reservoirs Water : દેશમાં ધગધતી ગરમી શરૂ થઈ નથી, તે પહેલા દેશના જળાશયોમાં પાણીની સંગ્રહ અંગે ચોંકાવનારો રિપોર્ટ સામે આવ્યો છે. કેન્દ્રીય જળ આયોગ જળાશયોમાં પાણી અંગેનો સાપ્તાહિત રિપોર્ટ જાહેર કરાયો છે, જેમાં દેશભરના 161 જળાશયોમાં વર્તમાનમાં 42 ટકા પાણી હોવાનું તેમજ એક સપ્તાહમાં ત્રણ ટકા પાણી ઘટ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ જળાશયોની કુલ સંગ્રહ ક્ષમતા 257.812 અબજ ઘન મીટર સામે વર્તમાન સમયમાં 182.852 બીસીએમ પાણી સંગ્રહ થયેલો છે. આ જળાશયોમાં 27 માર્ચ સુધીમાં કુલ 77.324 બીસીએમ એટલે કે 42% ટકા પાણી ભરાયેલું છે. બીજીતરફ રાહતની વાત એ છે કે, આ વર્ષની શરૂઆતમાં આ જળાશયોમાં પાણીનો સારો સંગ્રહ કરવામાં આવ્યો હતો.

જળાશયોમાં પાણીનું સ્તર ઘટ્યું

છેલ્લા કેટલાક અઠવાડિયામાં આ જળાશયોના જળસ્તરમાં ઘટાડો થયો છે. 20 માર્ચની સ્થિતિની તુલના કરીએ તો પાણીના જળસ્તરમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે 20 માર્ચે 80.700 બીસીએમ જળસ્તર હતું, જે હવે ઘટીને 77.324 બીસીએમ પર પહોંચી ગયું છે. જોકે આ ઘટાડો છતાં છેલ્લા 10 વર્ષની સ્થિતિ મુજબ વર્તમાન સમયમાં સરેરાસ સારું છે, બીજીતરફ ચિંતાજનક વાત એ છે કે, જેમ જેમ તાપમાન વધતું જશે, તેમ તેમ જળસ્તર ઘટવાની સંભાવના છે.

દેશના 161 જળાશયોમાં 42% પાણી, એક સપ્તાહમાં 3% પાણી ઘટ્યું, જુઓ ગુજરાત સહિત તમામ રાજ્યોની સ્થિતિ 2 - image

વિવિધ વિસ્તારોમાં જળાશયોની સ્થિતિ

જો જળાશયોની સ્થિતિને પ્રદેશ મુજબ વાત કરવામાં આવે તો, ઉત્તર અને પૂર્વ ભારતમાં આવેલા 38 જળાશયોમાં ગયા વર્ષની સરખામણીએ પાણીનું સ્તર સાત ટકાથી આઠ ટકા ઓછું જોવા મળ્યું છે. કેટલાક રાજ્યોમાં જળાશયોમાં પાણીનું સ્તર ગયા વર્ષની સરખામણીમાં ઘટ્યું છે, જેમાં પંજાબ, રાજસ્થાન, હિમાચલ, ઝારખંડ અને બિહારનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો : CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, આવી રીતે કરો ડાઉનલોડ

પશ્ચિમ, પૂર્વ, ઉત્તર ભારતમાં જળસ્તર ઘટ્યું

રિપોર્ટ મુજબ દક્ષિણ ભારતના પાંચ રાજ્યોના 43 જળાશયોમાં કુલ 54.93 બીસીએમ પાણી સંગ્રહણ કરવાની ક્ષમતા છે, જેની સામે વર્તમાન સમયમાં 21.23 (39 ટકા) પાણી છે. એવી જ રીતે મધ્ય ભારતના ચાર રાજ્યોના 26 જળાશયોમાં 48.58 બીસીએમની સમક્ષા સામે 22.755 (47ટકા), પશ્ચિમ ભારતના ત્રણ રાજ્યોના 50 જળાશયોમાં 37.35 બીસીએમની ક્ષમતા સામે 19.18 (51 ટકા), પૂર્વ ભારતના 9 રાજ્યોના 27 જળાશયોમાં 21.65 બીસીએમની ક્ષમતા સામે 9.41 (43 ટકા) અને ઉત્તર ભારતના ત્રણ રાજ્યોના 43 જળાશયોમાં કુલ 19.83 બીસીએમ પાણીની સંગ્રહ ક્ષમતા સામે વર્તમાન સમયમાં 4.73 (24 ટકા) પાણી છે.

દેશના 161 જળાશયોમાં 2024ની અને વર્તમાન સ્થિતિ

આમ દક્ષિણ ભારતના જળાશયોમાં 2024માં 22 ટકા પાણી હતું, જે હવે 39 ટકા છે. મધ્ય ભારતમાં 44 ટકા સામે 47 ટકા, પશ્ચિમ ભારતમાં 42 ટકા સામે 51 ટકા, પૂર્વ ભારતમાં 49 ટકા સામે 43 ટકા અને ઉત્તરભારતમાં 2024માં 32 ટકા જળસ્તર સામે વર્તમાન સમયમાં 24 ટકા જળસ્તર છે.

કેટલાક રાજ્યોમાં 7થી 8 ટકા જળસ્તર ઘટ્યું

પંજાબ અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ગત વર્ષની તુલનાએ 7 ટકાથી 8 ટકા પાણીનો ઘટાડો થયો છે. રાજસ્થાન, ઝારખંડ અને બિહાર જેવા રાજ્યોમાં પરણ જળાશયોમાં ગત વર્ષની તુલનાએ આ વર્ષે જળસ્તર ઘટ્યું છે.

આ પણ વાંચો : ગુજરાત સહિત દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ, જુઓ યાદી

Tags :