નેશનલ મેડિકલ કમીશનના લોગોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત, હિન્દુ દેવતા ધન્વંતરિના કલર ફોટોને લઈને સર્જાયો વિવાદ

નેશનલ મેડિકલ કમિશનના નવા લોગોને લઈને ચાલી રહેલા વિવાદ પર કાર્યવાહક અધ્યક્ષ બીએન ગંગાધરે કરી સ્પષ્ટતા

નવા લોગોમાં આયુર્વેદના દેવતા ધન્વંતરીનો રંગીન ફોટો મળ્યો જોવા

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
નેશનલ મેડિકલ કમીશનના લોગોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત, હિન્દુ દેવતા ધન્વંતરિના કલર ફોટોને લઈને સર્જાયો વિવાદ 1 - image


National Medical Commission Modified lofo: NMC દ્વારા તેના લોગોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. તેના નવા લોગોમાં 'ઇન્ડિયા' શબ્દના બદલે 'ભારત'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સિવાય તેના લોગોમાં પણ આયુર્વેદના દેવતા ધનવંતરીનો કલર ફોટો પણ જોડવામાં આવ્યો છે. જેના કારણે મોટો વિવાદ સર્જાયો છે. આ વિવાદ સર્જાતા એનએમસીએ બચાવ કરતા કહ્યું હતું કે તે જુના લોગોમાં ધનવંતરીનો બ્લેક એન્ડ વ્હાઈટ સ્કેચ હતું. પરંતુ મીડિયાની એક રિપોર્ટ અનુસાર પહેલા લાયન કેપિટલ હતું. જે હાલ ક્યારેક કમિશનના રિપ્રેઝન્ટેટિવ ઈમેજ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. 

કાર્યકારી પ્રમુખ બી.એન.ગંગાધરનું નિવેદન

એનએમસીના કાર્યકારી પ્રમુખ બીએન ગંગાધરે કહ્યું, 'આમાં કોઈ વિવાદ ફેલાવવા જેવું કંઈ નથી, કારણ કે તેમાં કોઈ નોંધપાત્ર ફેરફારો કરવામાં આવ્યા નથી. કાળી અને સફેદ રેખાઓથી બનેલી ધન્વંતરીની છબી પહેલાથી જ લોગોમાં હતી. બધા સભ્યોએ સર્વાનુમતે નક્કી કર્યું કે આ તસવીરમાં રંગ ઉમેરવો જોઈએ, કારણ કે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પ્રિન્ટ કરી શકાતો નથી. જયારે એનએમસીની રચના થઇ ત્યારે પણ લોગોમાં ધનવંતરીનો ફોટો ઉપયોગમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતમાં ધનવંતરીને સ્વાસ્થ્યના દેવતા માનવામાં આવે છે ઉપરાંત અન્ય દેશોમાં તેમને હિલીંગ (ઉપચાર)ના દેવતા માનવામાં આવે છે. 

લોગોમાં 'ઇન્ડિયા' બદલે થયું 'ભારત' નામ 

આ ઉપરાંત તેમણે સ્વીકાર્યું કે લોગોમાં 'ઇન્ડિયા' શબ્દના બદલે 'ભારત'નો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે લોગોમાં આવેલા ફેરફારના કારણે સમગ્ર મામલો સામે આવતા વિવાદ સર્જાયો છે. જેમાં તેમને જણાવ્યું કે મેડિસીન ઇન્ડસ્ટ્રીનો એક વર્ગ લોગોમાં વિજ્ઞાન અને તર્ક મુજબ ફોટો લગાવવાની માંગ કરી રહ્યા હતા. 

આયુષ્માન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરનું નામ બદલાયુ

નોંધનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આયુષ્માન ભારત સ્વાસ્થ્ય અને સુખાકારી કેન્દ્રોનું નામ બદલીને આયુષ્માન આરોગ્ય મંદિર કરવાની જાહેરાત કરી હતી. તેમજ 'આરોગ્યમ પરમ ધનમ' ટેગલાઈન પણ ઉમેરવામાં આવી હતી.

નેશનલ મેડિકલ કમીશનના લોગોમાં ઈન્ડિયાની જગ્યાએ ભારત, હિન્દુ દેવતા ધન્વંતરિના કલર ફોટોને લઈને સર્જાયો વિવાદ 2 - image


Google NewsGoogle News