દેશમાં ઠંડી સાથે કોરોનાના કેસ પણ વધ્યા, એક જ દિવસમાં 692 કેસ નોંધાયા, 6ના મોત
નવા કેસ સાથે એક્ટિવ કેસની સંખ્યા વધીને 4097 પર પહોંચી ગઈ
કોરોના વાયરસમાં અચાનક ઉછાળો આવ્યા બાદ દિલ્હીની AIIMSએ હોસ્પિટલ માટે ગાઈડલાઈન જાહેર કરી
Image : pixabay |
Covid-19 JN.1 Variant : દેશમાં ફરી ધીમા પગલે કોરોનાનો પગપેસારો શરુ થઈ ગયો છે અને છેલ્લા 24 કલાકમાં 692 કેસ નોંધાતા એક્ટિવ કેસ 4 હજારથી થઈ ગયા છે જ્યારે સબ વેરિયન્ટ JN.1ના અત્યાર સુધી 109 કેસ મળી આવ્યા છે.
દેશમાં કોવિડને કારણે છ લોકોએ જીવ ગુમાવ્યો
દેશમાં શિયાળાની ઠંડી સાથે કોરોના વાયરસના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર છેલ્લા 24 કલાકમાં 692 નવા કેસ નોંધાયા છે એટલે કે દર કલાકે કોવિડના 28 નવા કેસ મળી રહ્યા છે. આ સાથે જ એક્ટિવ કેસની સંખ્યા વધીને 4097 પર પહોંચી ગઈ છે જ્યારે કોવિડને કારણે છેલ્લા 24 કલાકમાં 6 લોકોએ જીવ ગુમાવ્યો છે જેમાં બે મહારાષ્ટ્રમાં અને કર્ણાટક, દિલ્હી, કેરળ અને પશ્ચિમ બંગાળમાં એક-એક મૃત્યુ થયા છે.
દિલ્હીની AIIMSએ હોસ્પિટલ માટે ગાઈડલાઈન જાહેર કરી
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 4,50,10,944 કેસ નોંધાયા છે જ્યારે 5,33,346 લોકોના મોત થયા છે. કોરોનાના સબ વેરિયન્ટ JN.1ના અત્યાર સુધીમાં 109 કેસ મળ્યા છે. દેશમાં કોરોના વાયરસમાં અચાનક ઉછાળો આવ્યા બાદ દિલ્હીની AIIMSએ હોસ્પિટલ માટે ગાઈડલાઈન જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં ગઈકાલે અને નોઈડામાં JN.1નો એક કેસ મળી આવ્યા છે. JN.1નો પ્રથમ કેસ કેરળમાં મળ્યો હતો. આ પહેલા ગઈકાલે દેશમાં કોરોનાના 529 નવા કેસ નોંધાયા અને ત્રણ લોકોના મોત પણ થયા હતા, જેમાંથી કર્ણાટકમાં બે અને ગુજરાતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો.