વિશ્વના સૌથી શક્તિશાળી દેશોમાં અમેરિકા પ્રથમ, ભારત ચોથા ક્રમે, ગ્લોબલ પાવર ઈન્ડેક્સ જાહેર
Most Powerful Country In World: કેટલાક દેશો વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન વિશ્વના ક્યા દેશ સૈન્ય ક્ષમતાની દ્રષ્ટીએ સૌથી શક્તિશાળી છે. આ મામસે એક રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં દાવો કરાયો છે કે સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં અમેરિકા પહેલા સ્થાન પર છે. જ્યારે બીજા ક્રમે રશિયન સૈન્ય છે. ત્રીજા ક્રમે ચીન અને ચોથા ક્રમે ભારતીય સૈન્યનો સમાવેશ થાય છે. આ યાદી ગ્લોબલ ફાયરપાવર ઇન્ડેક્સ દ્વારા જારી કરાઈ છે.
ભારત પાસે સૌથી મોટું સૈન્ય
અમેરિકન સૈન્યમાં જવાનોની સંખ્યા ભારતીય સૈન્ય કરતા પણ ઓછી છે. જો કે તેની પાસે હથિયારોની સંખ્યા વધુ હોવાથી તે ટોચના સ્થાને રહ્યું છે. આંકડા મુજબ ભારતીય સૈન્યમાં જવાનોની સંખ્યા 51 લાખથી પણ વધુ છે. જ્યારે અમેરિકામાં આ સંખ્યા ભારતીય સૈન્ય કરતા પણ અડધી એટલે કે માત્ર 21 લાખ જ છે. અમેરિકા સૈન્ય પાછળ 876 બિલિયન ડોલરનો ખર્ચ કરે છે. રશિયા આ ક્રમમાં બીજા નંબર પર છે જે પ્રતિ વર્ષ સૈન્ય પાછળ 86 બિલિયન ડોલરનો ખર્ચો કરે છે.
આ પણ વાંચો: ઈઝરાયલ પર ધડાધડ 250 રોકેટ ઝીંક્યા હિઝબુલ્લાહે, એરસ્ટ્રાઈકનો લીધો બદલો, 7 ઈજાગ્રસ્ત
ચીનનો સૈન્ય ખર્ચ લગભગ 292 બિલિયન ડોલર છે. ચીન પાસે 3166 વિમાન અને 4950 ટેંકો છે, સૌથી શક્તિશાળી દેશોમાં ભારત ચોથા ક્રમ પર છે. ભારતનો સૈન્ય ખર્ચ 81 બિલિયન ડોલર છે. આ યાદીમાં પાંચમા ક્રમ પર સાઉથ કોરિયા છે, જ્યારે બ્રિટન છઠ્ઠો સૌથી શક્તિશાળી દેશ માનવામાં આવે છે.
સૈન્યમાં પાકિસ્તાન નવમાં સ્થાને
વિશ્વની સૌથી શક્તિશાળી સૈન્યમાં પાકિસ્તાન નવમાં સ્થાન પર છે. અમેરિકા પાસે 21,27500 જવાનો, 13,209 એરક્રાફ્ટ, 4657 ટેકો છે, રશિયા પાસે 35,70000 જવાનો, 4,225 એરક્રાફ્ટ, 14,777 ટેંકો છે જે અમેરિકા કરતા વધુ છે. ચીન પાસે 31,70000 જવાનો, 3, 304 એરક્રાફ્ટ, 5 હજાર ટેંકો છે, ભારત પાસે 51,37550 જવાનો જે સૌથી વધુ માનવામાં આવે છે, 2,216 એરક્રાફ્ટ, 4614 ટેંકો છે.