Get The App

'બસ હવે બહુ થયું, હું અત્યંત નિરાશ અને ભયભીત છું...' કોલકાતા દુષ્કર્મ કેસમાં રાષ્ટ્રપતિનું નિવેદન

Updated: Aug 28th, 2024


Google NewsGoogle News

'બસ હવે બહુ થયું, હું અત્યંત નિરાશ અને ભયભીત છું...' કોલકાતા દુષ્કર્મ કેસમાં રાષ્ટ્રપતિનું નિવેદન 1 - image
Image Twitter 




India President Statement on Kolkata Doctor Case:  કોલકાતાની આર.જી.કર મેડિકલ હોસ્પિટલમાં 31 વર્ષીય મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના કેસ પર હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે બસ હવે બહુ થયું. હું આ સમગ્ર ઘટનાથી નિરાશ અને ભયભીત છું. 


શું બોલ્યાં રાષ્ટ્રપતિ?

રાષ્ટ્રપતિ મૂર્મુએ કહ્યું કે ‘દીકરીઓ વિરુદ્ધ આવા નૃશંસ અપરાધ મંજૂર નથી. આવું પહેલીવાર થયું છે જ્યારે રાષ્ટ્રપતિએ આ ઘટના અંગે ટિપ્પણી કરી હોય.’

તેમણે દેશમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધની વધતી ઘટનાઓ અંગે કહ્યું કે ‘કોઈપણ સભ્ય સમાજ દીકરીઓ અને બહેનો સાથે આ પ્રકારના અત્યાચારને સહન નહીં કરી શકે. ઘટના અંગે કોલકાતામાં વિદ્યાર્થીઓ, ડૉક્ટર અને નાગરિકો દેખાવ કરી રહ્યા હતા. જોકે અપરાધી બીજે ક્યાંક ફરી રહ્યા હતા. હવે બસ બહુ થયું. સમાજને ઈમાનદાર થવા અને આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે.’

હવે ઈતિહાસનો સામનો કરવાનો સમય 

રાષ્ટ્રપતિએ કહ્યું કે, ‘મહિલાઓ સામેના ગુનાઓના મામલાને ગંભીરતાથી લેવો જોઈએ. આ પ્રકારની ઘટના પછી ઘટનાને ભૂલતા રહેવું યોગ્ય નથી. નિર્ભયા કેસના 12 વર્ષમાં બળાત્કારની અસંખ્ય ઘટનાઓને સમાજ ભૂલી ગયો છે. આ સામૂહિક રુપે ભૂલવાની બીમારી યોગ્ય નથી. જે સમાજ ઈતિહાસનો સામનો કરવામાં ડરતા હોય છે તેઓ સામૂહિક સ્મૃતિ ભ્રંશનો આશરો લે છે. હવે ભારતે ઈતિહાસનો સામનો કરવાનો સમય આવી ગયો છે.’ 

ઉલ્લેખનીય છે કે કોલકાતામાં બળાત્કાર અને હત્યા સામે દેશભરમાં લોકોનો ગુસ્સો જોવા મળી રહ્યો છે. કોલકાતામાં મંગળવારે મોટું પ્રદર્શન થયું હતું. આ સિવાય ભાજપે આજે બંગાળ બંધનું આયોજન કર્યું છે.


Google NewsGoogle News