પોસ્ટ ઓફિસ માટે ગ્રામીણ ડાક સેવકનું મેરિટ જાહેર, તમારી પસંદગી થઈ કે નહીં તે આ રીતે ચકાસો

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
પોસ્ટ ઓફિસ માટે ગ્રામીણ ડાક સેવકનું મેરિટ જાહેર, તમારી પસંદગી થઈ કે નહીં તે આ રીતે ચકાસો 1 - image


GDS 2024 Recruitment: ઈન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટે (India Post) ગ્રામીણ ડાક સેવક માટે મેરિટ લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટ હાલ 12 પોસ્ટલ સર્કલ્સ માટે જારી કરવામાં આવી છે. જેમાં આંધ્ર પ્રદેશ, પંજાબ, અસમ, દિલ્હી, ગુજરાત, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને તેલંગાણા સામેલ છે. જે ઉમેદવારોએ જીડીએસ પદ માટે અરજી કરી હતી. તેઓ પોતાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ  indiapostgdsonline.gov.in પર જોઈ શકે છે.

આ મેરિટ લિસ્ટ 10માં ઘોરણમાં પ્રાપ્ત માર્ક્સના આધારે તૈયાર કરવામાં આવી છે. જે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે, તેમને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, વેરિફિકેશન બાદ અંતિમ પસંદગી તૈયાર કરવામાં આવશે. ભારતના 23 પોસ્ટલ સર્કલ્સમાં 44228 ખાલી પદ ભરવા માટે આ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 

આ રીતે મેરિટ લિસ્ટ ચેક કરો

ઈન્ડિયા પોસ્ટની જીડીએસ વેબસાઈટ indiapostgdsonline.gov.in પર ક્લિક કરો.

"GDS Online Engagement Schedule, July-2024: List-I of Shortlisted Candidates" ની લિંક પર ક્લિક કરો.

તમારો રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડ ઉમેરો

આ પણ વાંચોઃ તહેવારોની શરૂઆત સાથે સોનું મોંઘું થયું, ચાંદીમાં પણ રૂ. 3500નો ઉછાળો, જાણો આજના લેટેસ્ટ ભાવ

સબમિટ પર ક્લિક કરો, જેથી રિઝલ્ટ સ્ક્રીન ખુલશે.

હવે તમે મેરિટ લિસ્ટ ડાઉનલોડ કરી શકો છો અને તેની પ્રિન્ટઆઉટ કાઢી ડોક્યુમેન્ટ વેરિફેકશનની તૈયારી કરો.

આ ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે

ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જન્મનો દાખલો, ધોરણ 10ની માર્કશીટ, ઓળખ પ્રમાણપત્ર, અને અન્ય લાગુ સર્ટિફિકેટ્સ (જાતિ દાખલો, વિકલાંગતા તથા EWS સર્ટિફિકેટ) 


પોસ્ટ ઓફિસ માટે ગ્રામીણ ડાક સેવકનું મેરિટ જાહેર, તમારી પસંદગી થઈ કે નહીં તે આ રીતે ચકાસો 2 - image


Google NewsGoogle News