Get The App

ઈઝરાયલની જેમ ભારત તૈયાર કરશે 'દેશી આયરન ડૉમ'? શત્રુઓને હવામાં કરશે ઠાર, જાણો શું છે 'પ્રોજેક્ટ કુશા'

ઈઝરાયલ પાસે ઉપલબ્ધ આયરન ડૉમ સિસ્ટમ શત્રુઓના રોકેટ-મિસાઈલ સામે રક્ષણ આપે છે

જાણો આ દેશી આયરન ડૉમ સિસ્ટમ કેટલા અંતર સુધી કામ લાગી શકશે

Updated: Oct 30th, 2023


Google NewsGoogle News
ઈઝરાયલની જેમ ભારત તૈયાર કરશે 'દેશી આયરન ડૉમ'? શત્રુઓને હવામાં કરશે ઠાર, જાણો શું છે 'પ્રોજેક્ટ કુશા' 1 - image


Israel vs Hamas war | ઈઝરાયલ અને હમાસ વચ્ચે જારી યુદ્ધ દરમિયાન ભારતે પણ હવે તેની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા કમર કસી લીધી છે. એવા અહેવાલ મળી રહ્યા છે કે ભારત પણ હવે તેની પોતાની આયરન ડૉમ (Indian Iron Dome System) બનાવવાની યોજના ઘડી રહ્યું છે. એવી શક્યતાઓ છે કે દેશના અનેક મહત્ત્વપૂર્ણ સ્થળોએ 2028-29 સુધીમાં દેશી આયરન ડૉમ સિસ્ટમ તહેનાત કરાશે જે લડાકૂ વિમાનો, ડ્રોન અને મિસાઈલ જેવા હુમલાથી દેશની સુરક્ષા કરશે. જોકે હજુ આ મામલે સૈન્ય કે સંરક્ષણ મંત્રાલય (India Defence ministry) તરફથી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. 

ઈઝરાયલ પાસે છે આયરન ડૉમ 

યુદ્ધ વચ્ચે ઈઝરાયલની આયરન ડૉમ સિસ્ટમ ભારે ચર્ચામાં છે. ખરેખર આ એક બેટરીની સિરીઝ છે જે રડારની મદદથી શોર્ટ રેન્જ રોકેટ્સને શોધી કાઢે છે અને તેને ખતમ કરી નાખે છે. અમેરિકી ડિફેન્સ કંપની રેથિયોને કહ્યું કે દરેક બેટરીમાં 3 કે 4 લોન્ચર, 20 મિસાઈલ, એક રડાર સામેલ હોય છે.

કેવી રીતે કામ કરે છે? 

જેવી જ રીતે રડારને રોકેટની જાણકારી મળે છે તો સિસ્ટમ માહિતી એકઠી કરે છે કે રોકેટ કોઈ વસતી તરફ જઈ રહ્યું છે કે નહીં. જો એવું હોય તો આ સિસ્ટમ મિસાઈલ લોન્ચ કરે છે અને રોકેટને હવામાં જ નષ્ટ કરી દે છે. 

350 કિ.મી. સુધી કરશે પ્રહાર 

એક અહેવાલ અનુસાર સૂત્રોએ દાવો કર્યો હતો કે 'પ્રોજેક્ટ કુશા' (Project Kusha) હેઠળ DRDO નવા LR-SAM સિસ્ટમ એટલે કે લોન્ગ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઈલ બનાવી રહ્યું છે. માહિતી અનુસાર લોન્ગ રેન્જ સર્વેલાન્સ અને ફાયર કન્ટ્રોલ રડાર્સવાળા મોબાઈલ LR-SAM માં અલગ અલગ પ્રકારની ઈન્ટરસેપ્ટર મિસાઈલો પણ હશે જે 150 કિ.મી., 250 કિ.મી. અને 350 કિ.મી.ન. રેન્જ સુધીના શત્રુઓને હવામાં નિશાન બનાવી શકે છે. 



Google NewsGoogle News