નવા વર્ષના અવસરે મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી, મહાકાલમાં વિશેષ આરતી, બાંકે બિહારીમાં લાંબી લાઈનો
New Year 2025: આજથી નવ વર્ષ 2025નો શુભારંભ થઈ ગયો છે. રાતના 12 વાગતાની સાથે જ લોકોએ ઉજવણી સાથે નવપા વર્ષનું સ્વાગત કર્યું ગહતું. અનેક જગ્યાએ શાનદાર આતશબાજીનો નજારો પણ જોવા મળ્યો હતો. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી 2024ની વિદાઈ થઈ અને 2025ના સ્વાગતમાં લોકોએ કોઈ કસર નથી છોડી. વળી સવાર પડતાં જ લોકો મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતાં. ઉજ્જૈનના મહાકાલમાં આજે નવા વર્ષની પહેલી સવારે વિશેષ આરતી કરવામાં આવી હતી. આ આરતીમાં મોટી સંખ્યામાં ભક્તોએ ભાગ લીધો હતો. તે જ સમયે, મથુરાના બાંકે બિહારી મંદિરમાં સવારથી જ ભક્તોની લાંબી લાઇન જોવા મળી હતી.
વહેલી સવારથી ભક્તોની લાંબી લાઇન
વળી, દિલ્હીના ઝંડેવાલાન મંદિરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની લાંબી લાઇન જોવા મળી હતી. લોકો નવા વર્ષના પહેલાં દિવસે માતાનો આશીર્વાદ લેવા પહોંચી રહ્યાં છે. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ નવા વર્ષના પહેલાં દિવસની શરૂઆત વિશેષ આરતી સાથે થઈ હતી. ભગવાન ગણેશની આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો સામેલ થયા હતાં. અયોધ્યાના રામ મંદિરમાં પણ વિશેષ પૂજા અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ 2025માં દુનિયા જોશે ISROની તાકાત, 6 મોટા મિશન સહિત અમેરિકન સેટેલાઈટ પણ લોન્ચ કરશે
ગંગા ઘાટ પર ઉમટ્યા ભક્તો
આ સાથે જ અમૃતસરના સ્વર્ણ મંદિરમાં પણ અડધી રાત્રે શ્રદ્ધાળુઓની જોરદાર ભીડ જોવા મળી હતી. ગુરૂદ્વારામાં શીશ ઝુકાવવા તેમજ અહીંના પવિત્ર તળાવમાં શ્રદ્ધાળુઓ સ્નાન કરતા જોવા મળ્યા હતાં. વારાણસીમાં પણ ગંગા ઘાટના કિનારે નવા વર્ષના અવસરે વિશેષ ગંગા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આરતીમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશમથી શ્રદ્ઘાળુઓ સામેલ થયાં હતાં. આ સિવાય શિરડીના સાઈબાબા મંદિર, પુરીના જગન્નાથ મંદિર અને તિરુવનંતપુરમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા હતાં.
આ પણ વાંચોઃ 24 વર્ષનો દીકરો હેવાન બન્યો, માતા અને 4 બહેનની કરી હત્યા, લખનઉની હોટેલમાં બની ઘટના
ભક્તોનું ઘોડાપુર
નવા વર્ષના પહેલાં દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતા વૈષ્ણો દેવી મંદિરના દર્શનાર્થે પહોંચ્યા હતાં. વળી, ગુવાહાટીના કામાખ્યા મંદિરમાં પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. આ સિવાય હરિયાણાના પંચકૂલા સ્થિત મનસા દેવી મંદિરમાં પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચ્યા હતાં.