ભાજપ કાર્યકાળ પૂરો નહીં કરી શકે, કેમ કે..', શપથ સમારોહ પૂર્વે પાકિસ્તાનના પૂર્વ મંત્રીનો મોટો દાવો
India-Pakistan Relations: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વડાપ્રધાન પદે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે. બીજી બાજુ પાડોશી દેશ પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ દાવો કર્યો છે કે, એડીએ સરકાર પોતાનો ત્રીજો કાર્યકાળ પૂર્ણ કરી શકશે નહીં. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના અંગત ફવાદ ચૌધરીએ જણાવ્યું હતું કે, બીજેપી અને તેની સહયોગી પાર્ટીની નીતિઓ અને વિચારસરણીમાં તફાવત છે. ફવાદ ચૌધરીએ જણાવ્યું કે, નીતિઓમાં વૈચારિક તફાવત સંકેત આપે છે કે, ગઠબંધનની એકતા લાંબો સમય સુધી ટકી શકશે નહીં.
લાહૌરમાં આઠ જૂને ફવાદ ચૌધરીએ નિવેદન આપ્યું હતું કે, અસ્થિરતા દર્શાવે છે કે, બીજેપી કાર્યકાળ પૂરો કરી શકશે. ભારતમાં I.N.D.I.A. ગઠબંધનના નેતા રાહુલ ગાંધી આગામી વડાપ્રધાન બનશે.
પાકિસ્તાનના પૂર્વ મંત્રીએ ચેતવણી આપી છે કે, બંને દેશોએ 15 વર્ષોમાં સિંધુ બેસિનમાં મોટા જળ પડકારોનો સામનો કરવો પડશે. આ પડકારોને ધ્યાનમાં રાખતાં ભારત અને પાકિસ્તાનને એકબીજાનો સંપર્ક સાધી વાતચીત કરવી પડશે. સૂચના મંત્રી રહી ચૂકેલા ફવાદ ચૌધરીએ જળ પર સહયોગ જાળવી રાખવામાં નિષ્ફળ રહેતાં સમસ્યાઓ વધવાની ભીતિ દર્શાવી હતી.