ભારત સાથે વેપાર કરવા વલખાં મારતું પાકિસ્તાન, જુઓ શાહબાઝ સરકારના વિદેશમંત્રી શું બોલ્યાં

વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે પાકિસ્તાનનો મોટો વેપારી વર્ગ ભારત સાથે વેપાર શરૂ કરવા ઉત્સુક

Updated: Mar 24th, 2024


Google NewsGoogle News
ભારત સાથે વેપાર કરવા વલખાં મારતું પાકિસ્તાન, જુઓ શાહબાઝ સરકારના વિદેશમંત્રી શું બોલ્યાં 1 - image


India And Pakistan news | ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણાં લાંબા સમયથી સંબંધો સારા નથી. તાજેતરમાં ભારે રાજકીય ઉથલપાથલ બાદ નવી સરકારની રચના થઈ. હવે નવી શાહબાઝ સરકાર ભારત સાથે 'સારા સંબંધો' માટે આજીજી કરવા લાગી છે. શાહબાઝ સરકારના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું કે પાકિસ્તાનનો મોટો વેપારી વર્ગ ભારત સાથે વેપાર શરૂ કરવા ઉત્સુક છે. તેમણે એમ પણ કહ્યું 'પાડોશી બદલી શકાય નહીં.'

લંડનમાં પત્રકાર પરિષદ સંબોધી 

ઇશાક ડારે લંડનમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. એમાં તેમણે ફરી એકવાર જમ્મુ-કાશ્મીરનો રાગ આલાપ્યો. તેમણે કહ્યું કે કલમ 370 નાબૂદ કરવામાં આવી. જે પણ થયું તે ખોટું હતું. અમને ઓગસ્ટ 2019માં ભારત દ્વારા કરાયેલી કાર્યવાહી પર ખેદ છે, પરંતુ પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે ફરી એકવાર વેપારને પુનઃસ્થાપિત કરવા માંગે છે. આ સંબંધમાં વાતચીત કરવામાં આવશે અને તમામ પ્રસ્તાવોની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે.

પાકિસ્તાનને મોંઘો પડે છે વેપાર ખર્ચ 

પાકિસ્તાનના વિદેશ મંત્રીએ કહ્યું કે બજેટ પહેલા પણ આ અંગે ચર્ચા શરૂ થઈ હતી. સિંગાપોરના માધ્યમથી વેપાર કરવો મુશ્કેલ છે. પરિવહન ખર્ચ વધારે આવે છે અને તેથી જ આ અંગે એક બેઠક યોજવામાં આવશે અને જોવામાં આવશે કે અર્થતંત્રને વેગ આપવા માટે વેપાર અંગે શું કરી શકાય. ઉલ્લેખનીય છે કે 2019ના પુલવામા હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો બગડ્યા હતા. બંને દેશો વચ્ચે વાતચીત બંધ છે અને વેપાર લગભગ સ્થગિત છે. 

ભારત સાથે વેપાર કરવા વલખાં મારતું પાકિસ્તાન, જુઓ શાહબાઝ સરકારના વિદેશમંત્રી શું બોલ્યાં 2 - image


Google NewsGoogle News