વિશ્વમાં વર્ચ્યુઅલ કરન્સી ક્રિપ્ટોના ઉપયોગમાં ભારત નંબર વન
૫૧ દેશોમાં ક્રિપ્ટો કરન્સીના નિયમો અને તેની ગતિવિધિઓનું તારણ
નાઇજીરિયા બીજા, ઇન્ડોનેશિયા ત્રીજા અને અમેરિકા ચોથા સ્થાને
નવી દિલ્હી,૧૨ સપ્ટેમ્બર,૨૦૨૪,બુધવાર
ભારતમાં ક્રિપ્ટો કરન્સી માટે કડક નિયમો હોવા છતાં ક્રિપ્ટોના ઉપયોગ ભારતમાં સૌથી વધુ થાય છે એટલું જ નહી વધુને વધુ લોકો ક્રિપ્ટો કરન્સી તરફ આકર્ષિત થઇ રહયા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારત સતત બીજા વર્ષે ક્રિપ્ટો કરન્સી સ્વીકારવામાં વિશ્વમાં અવ્વલ રહયું છે. આ માહિતી બ્લૉકચેનનું આંકલન કરતી એક કંપનીના તાજા રિપોર્ટમાં બહાર આવ્યું છે. ચેનાલિસિસ દ્વારા ૧૫૧ દેશોમાં ક્રિપ્ટો કરન્સીના નિયમો અને તેની ગતિવિધિઓનું વિશ્વલેષણ કરવામાં આવ્યું હતું.
જુન ૨૦૨૩થી જુલાઇ ૨૦૨૪ સુધી ભારત કેન્દ્રીકૃત એકસચેન્જ અને વિકેન્દ્રીત સંપતિઓના ઉપયોગમાં દુનિયામાં આગળ જોવા મળે છે. ભારતમાં વર્ષ ૨૦૧૮થી ક્રિપ્ટો કરન્સીને લઇને કડક નિયમો છે. ડિસેમ્બર ૨૦૨૩માં ફાઇનાશિયલ ઇન્ટેલિજન્સ યુનિટ (એફઆઇયુ)એ નવ વિદેળશી ક્રિપ્ટો એકસચેંજોને સ્થાનિક નિયમોનું પાલન નહી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી. ભારતમાં જુન મહિનામાં દુનિયાના સૌથી મોટા ગણાતા ક્રિપ્ટો એકસચેન્જ બાઇનેસ પર જુનમાં ૧૮.૮૨ કરોડ રુપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. તાજેતરના અહેવાલમાં જણાવ્યા અનુસાર કડક નિયમોની વચ્ચે પણ લોકો ક્રિપ્ટો કરન્સી તરફ વળી રહયા છે.
એક મહિના પછી ભારતમાં ફરી સંચાલન કપવા માટે એફઆઇયુમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ક્રિપ્ટો એકસચેન્જ કૂકોઇને માર્ચમાં રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેના પર ૩૪.૫ લાખ રુપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. ક્રિપ્ટો કરન્સીમાં ભારત પછી નાઇજીરિયા બીજા ક્રમે, ઇન્ડોનેશિયા ત્રીજા ક્રમે જયારે અમેરિકા ચોથા ક્રમે છે.વિયેતનામ,રશિયા અને યુક્રેન પણ ક્રિપ્ટો કરન્સી તૈયાર કરવામાં આગળ છે. દક્ષિણ કોરિયા અને ચીન ટોપ ૨૦ માં સમાવેશ થાય છે.