ચીન જતા પહેલા નેપાળના PM પ્રચંડે ભારત સાથે કર્યો મહત્વનો કરાર, ડ્રેગનને આપ્યો ઝટકો

‘પ્રચંડ’ ચીન મુલાકાત પહેલા ભારત અને નેપાળ વચ્ચે ઈલેક્ટ્રિસિટી કરારથી ફફડ્યું ચીન

ઈલેક્ટ્રિસિટી કરારથી ભારતને ફાયદો અને નેપાળને વીજળી નિકાસથી આર્થિક લાભ થશે

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News

ચીન જતા પહેલા નેપાળના PM પ્રચંડે ભારત સાથે કર્યો મહત્વનો કરાર, ડ્રેગનને આપ્યો ઝટકો 1 - image

કાઠમંડુ, તા.21 સપ્ટેમ્બર-2023, ગુરુવાર

નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ 23 સપ્ટેમ્બરે ચીનની 7 દિવસની સત્તાવાર મુલાકાતે જવાના છે. જોકે પ્રચંડની ચીન યાત્રા પહેલા ભારત અને નેપાળ વચ્ચે ‘ઈલેક્ટ્રિસિટી’ અંગે મોટો કરાર થયો છે. ભારત અને નેપાળ વીજળી વેપાર વધારવા પર સહમત થયા છે, જે માટે ઘણા ટ્રાન્સમિશન કોરિડોર પણ ખોલવામાં આવશે. આ કારથી ડ્રેગનને ઝટકો લાગ્યો છે. ચીનને ડર સતાવી રહ્યો છે કે, અમેરિકા અને ભારત નેપાળના બહાને ચીનને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજીતરફ ઈલેક્ટ્રિસિટી કરારથી ભારતને ફાયદો થશે, જ્યારે નેપાળને પણ વીજળી નિકાસથી આર્થિક લાભ થશે.

200 મેગાવોટ વીજળી વધારવા પર સહમતિ

કાઠમંડુ પોસ્ટના અહેવાલો મુજબ જોઈન્ટ ટેકનિકલ કમિટીની 14મી બેઠકમાં ધાલકેબાર-મુજફ્ફરપુર ટ્રાન્સમિશન લાઈન દ્વારા વીજળીના વેપારને વધારવા પર સહમતિ થઈ છે. ઉપરાંત વીજળીના વેપારને ઝડપી બનાવવા સીમાપાર નિર્માણ પામી રહેલ વીજ લાઈનોનું કામ ઝડપી કરવા માટે પણ સહમતિ થઈ છે. કરાર મુજબ ધાલકેબાર-મુજફ્ફરપુર ટ્રાન્સમિશન લાઈન દ્વારા 800 મેગાવોટથી વધારી 1000 મેગાવોટ કરવાની બંને દેશો વચ્ચે સહમતિ થઈ છે.

એશિયાઈ રમતોના ઉદઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેશે ‘પ્રચંડ’

નેપાળના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રચંડ ચીનના પૂર્વ શહેર હાંગઝોઉમાં યોજાનાર 19માં એશિયાઈ રમતોના ઉદઘાટન સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે. હાલ પ્રચંડ અમેરિકામાં છે. અહીં તેઓ નેપાળના વિદેશમંત્રી નારાયણ પ્રકાશ સાઉદ સાથે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 78માં સત્રમાં સામેલ થવા ગયા છે. ત્યારબાદ પ્રચંડ 23 સપ્ટેમ્બરે અમેરિકાથી ચીનની સત્તાવાર મુલાકાત લેવા રવાના થશે. નિવેદન મુજબ પ્રચંડ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરશે.


Google NewsGoogle News