Get The App

ભારતીય સૈનિકોની ઘરવાપસી બાદ માલદીવ મુશ્કેલીમાં, હવે થઈ રહ્યો છે પસ્તાવો

Updated: May 13th, 2024


Google NewsGoogle News
ભારતીય સૈનિકોની ઘરવાપસી બાદ માલદીવ મુશ્કેલીમાં, હવે થઈ રહ્યો છે પસ્તાવો 1 - image


India Maldives News | ફાંકા ફોજદારી કરનારા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુની તેમના જ દેશના લોકોએ પોલ ખોલી નાખી છે. માલદીવના સંરક્ષણમંત્રી ઘાસન મૌમુને સ્વીકાર્યું હતું કે ભારતીય સૈનિકોના વતન પરત ફરી જવાના કારણે માલદીવ હવે ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. 

માલદીવના રાષ્ટ્રપતિનો હતો આદેશ 

માલદીવના ચીન તરફી રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુના આદેશ પર 76 ભારતીય સુરક્ષા કર્મચારીઓએ માલદીવ છોડી દીધાના થોડાક જ દિવસો બાદ ત્યાંના સંરક્ષણમંત્રી ઘાસન મૌમુને સ્વીકાર્યું કે માલદીવની સેના પાસે ભારત દ્વારા દાનમાં મળેલા 3 વિમાનને ઉડાડવા માટે સક્ષમ પાઈલટ પણ નથી.

ભારતે દાન કરેલા વિમાન હવે કોણ ઉડાવશે?

ઘાસને અહીં રાષ્ટ્રપતિ કાર્યાલય ખાતે આયોજિત એક પ્રેસ કોન્ફરન્સમાં આ ટિપ્પણી કરી હતી. તેમણે માલદીવમાં બે હેલિકોપ્ટર અને એક ડોર્નિયર એરક્રાફ્ટ ચલાવવા માટે તહેનાત ભારતીય સૈનિકોની ઘરવાપસી અને તેમની જગ્યાએ ભારતના અસૈનિકોના આગમન સાથે સંબંધિત પ્રશ્ન પર આ ટિપ્પણી કરી હતી. એક પત્રકારના પ્રશ્નના જવાબમાં ઘાસને કહ્યું હતું કે માલદીવ નેશનલ ડિફેન્સ ફોર્સ (MNDF) પાસે માલદીવના એવા કોઈ સૈન્ય કર્મચારી નથી જે ભારતીય સેના દ્વારા દાનમાં આપવામાં આવેલા ત્રણ વિમાનોનું સંચાલન કરી શકે. જો કે, અગાઉની સરકારો સાથેના કરારો હેઠળ કેટલાક સૈનિકોને ઉડ્ડયનની તાલીમ આપવામાં આવી હતી.

માલદીવને હવે પસ્તાવો 

એક ન્યૂઝ પોર્ટલ દ્વારા ઘાસનને ટાંકીને એવો દાવો કરાયો હતો કે આ એક તાલીમ હતી જેને વિવિધ તબક્કાઓ પૂર્ણ કરવાની જરૂર હતી, પરંતુ અમારા સૈનિકો વિવિધ કારણોસર તેને પૂર્ણ કરી શક્યા ન હતા. તેથી હાલમાં અમારા સશસ્ત્ર દળોમાં એવી કોઈ વ્યક્તિ નથી કે જેની પાસે બે હેલિકોપ્ટર અને ડોર્નિયરને ઉડાડવા માટે લાયસન્સ અથવા સંપૂર્ણ ફ્લાઈંગ ટ્રેનિંગ હોય.

ચીન તરફી મુઈજ્જુનો નિર્ણય હવે ભારે પડી રહ્યો છે 

ચીન તરફી નેતા ગણાતા મુઈજ્જુએ માલદીવમાં ત્રણ ઉડ્ડયન પ્લેટફોર્મનું સંચાલન કરતા તમામ ભારતીય સૈન્ય કર્મચારીઓને 10 મે સુધીમાં ભારત પરત મોકલવાનો આગ્રહ કર્યા દ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ગંભીર તણાવની સ્થિતિ પેદા થઇ હતી. ભારતે પહેલા જ 76 સૈનિકોને પાછા બોલાવી લીધા છે. જોકે, માલદીવ સરકારનો સેન્હિયા મિલિટરી હોસ્પિટલમાં તૈનાત ભારતીય ડોક્ટરોને હટાવવાનો કોઈ ઈરાદો નથી તેવો એક મીડિયા અહેવાલમાં દાવો કરાયો હતો. 

ભારતીય સૈનિકોની ઘરવાપસી બાદ માલદીવ મુશ્કેલીમાં, હવે થઈ રહ્યો છે પસ્તાવો 2 - image


Google NewsGoogle News